________________
૨૨
ચાર નિક્ષેપાની વ્યવસ્થાથી નિર્ણત કર્યું છે. પ્રથમતઃ પુસ્તિકાના નામમાં રહેલ શબ્દને પ્રસંગ પ્રકરણથી વિચારીયે -
એક રામ શબ્દ અનેક પ્રસંગમાં અને અનેક પ્રકરણમાં વપરાય છે. જુઓ–રામે લંકા લીધી, રામે પૃથ્વી નક્ષત્રીય (ક્ષત્રી વગરની) કરી, આ ભાઈના રામ રમી ગયા, આગ્રા-દીલ્હીમાં દલાલ રામ-રામ કરીને (કહીને) ગરાગને લઈને વેપારી સામે બેસે છે; અને આજે સખ્ત નાણાં ભીડ છે કે દશ રામે કેઈ નાણું દેતું નથી. આ ઉપર જણાવેલા પ્રકરણના બધા પ્રસંગમાં સાહિત્યકાર પ્રકરણ પ્રસંગથી રામ શબ્દના જુદા જુદા અર્થ કરે છે. ક્રમશઃ વિચારે તે પ્રથમ પ્રસંગમાં દશરથના રામચંદ્રની બીના છે, બીજા પ્રસંગમાં પર શુરામને ઉદ્દેશીને રામશબ્દ છે, ત્રીજા પ્રસંગમાં મરણ પામવાના પ્રસંગમાં રામ શબ્દ છે, ચેથા પ્રસંગમાં રામ-રામ શબ્દથી બે ટકા દલાલીને નિર્ણય છે, અને અંતિમ પ્રસંગમાં દશ રામથી=દશ આના વ્યાજ નકકી થાય છે. આથી કંઈપણ પ્રસંગ પ્રકરણમાં વપરાયેલ શબ્દને નિર્ણત કરવાની સાહિત્યકારોની આ વ્યવસ્થા છે. એ જ રીતિએ શાસ્ત્રકારે પ્રસંગ પ્રકરણથી નક્કી થતા વાચ્ય પદાર્થોને વાચક શબ્દોથી વ્યવસ્થિત કરે છે. એટલું જ નહિ પણ કોઈપણ દર્શનકારે જે રીતિને અપનાવી નથી એવી પદાર્થ નિશ્ચિત કરવામાં અનેક નિક્ષેપ કરવાની અને ઓછામાં ઓછા ચાર નિક્ષેપ કરવાની ગહન નિક્ષેપ વ્યવસ્થારૂપ નીતિ, રીતિને સર્વજ્ઞ કથિત જૈનશાસ્ત્રકારોએ અપનાવી છે. અને શાસ્ત્રસ્થિત પદાર્થોને નિશ્ચિત કરવાની નિક્ષેપાદિ વ્યવસ્થાને અપનાવનાર તે શાસ્ત્રકાર સામાન્ય કક્ષાના નથી, પરંતુ ચૌદ પૂર્વધર શ્રત કેવલી શ્રી આવશ્યકાદિ દશ સૂત્ર સ્થિત પદાર્થોના પરમાર્થને પ્રગટ કરનાર પૂજ્ય-નિયંતિકાર–મહર્ષિ–શ્રીભદ્રબાહુ સ્વામીજી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેચચંદ્રસૂરિ વિરચિત અભિધાન ચિંતામણિ કષમાં “છત વઢિનો ”િ આ પદ્યથી નીચે અર્થ વનિત કરે છે. આથી જ જન દર્શનમાં આંગળીના વેઢે ગણી શકાય તેવા છ શ્રત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org