________________
૧૮૦
મૂર્તિપૂજા કે આગમ અને આગમનું વિવરણ ક્યા ક્યા સમયમાં બન્યું તથા તેનાથી શાશનને શું શું હાની લાભ થયા? (૧) અરિહંતદેવે આગમને અર્થરૂપમાં ફરમાવ્યું (૨) તે અર્થને ગણધરેએ સૂત્રરૂપમાં સંકલિત કર્યું (૩) તે સૂત્રો પર વીર નિર્વાણથી બીજી શતાબ્દીમાં ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહેસૂરિએ એ નિર્યુક્તિની રચના કરી (૪) ગણધર દેવોએ સંકલિત કરેલા સૂત્રો પર વિક્રમની ત્રીજી શતાબ્દિમાં આચાર્ય ગંધહસ્તિસૂરિએ વિસ્તૃત ટીકા રચી સૂત્રોમાં રહેલા ગુઢ રહસ્યને સુગમ્ય બનાવ્યાં. શ્રી ગંધહસ્તિ આચાર્યની ટીકા આ સમયે વિદ્યમાન નથી પરંતુ શીલાંગાચાર્યે પિતાની ટીકામાં ફરમાવ્યું છે કે
" शास्त्र परीक्षा विवरणमतिबह, गहनं च गंध हस्तिकृतं तस्मात् सुखबोधार्थ, गाम्यह मञ्जसा सारं ॥३॥
શ્રી આચારાંગસૂત્ર પૃષ્ટ-૩ ગંધહસ્તી આચાર્યને સમય વીરાબ્દની સાતમી સદીને મનાય છે. અને તે સમયે દશપૂર્વધર વિદ્યમાન પણ હતા. આગની ટીકા કરવાનું કામ કઈ સામાન્ય માણસનું ન હોય. એ મહાન કાર્યમાં મહાન ધુરંધર અને અગાધ જ્ઞાનવાળાઓની આવશ્યકતા હતી. ગંધહસ્તી આચાર્ય બાદ ૩૦૦ વર્ષે થઈ ગયેલા દેવાધિંગણુ ક્ષમા ક્ષમણે નન્દીસૂત્રની રચના કરી તે માન્ય રખાય છે તે પછી ગન્ધહસ્તિ આચાર્યની ટીકા તે તેનાથી ૩૦૦ વર્ષ પહેલાંની હેઈ અધિક પ્રમાણિક મનાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org