________________
મૂર્તિપૂજા
૧૭૭
પ્રારંભમાં જે અંગના લેકેની સંખ્યા જેટલી હતી તેટલી સંખ્યા ભગવાન મહાવીરના પછી૯૮૦ વર્ષે આચાર્ય દેવદ્વિગણના સમયમાં પણ ન રહી હતી. દ્રષ્ટિવાદ સિવાય અગીઆરે અંગમાં આવેલા શ્લોકેની કુલ સંખ્યા ૧૮૮૨૪૦૫૪૭૬૩૭૮૯૦૦૦ પ્રારંભમાં હતી. તે દેવદ્ધિગણીના સમયમાં પુસ્તકા રૂઢ સમયે માત્ર ૩૫૪૨૦ કેની જ સંખ્યા રહેવા પામી હતી.
તે સમયે પુસ્તકારૂઢ થયેલ આગમો આજસુધી વિદ્યમાન છે. પુસ્તકા રૂઢ થયા પછી ખલના થવા પામી નથી. તેનું કારણ એ છે કે જૈન ધર્માવલમ્બિયની મજબુત માન્યતા એ છે કે અંગસૂત્રે સ્વયં તીર્થકરેએ ફરમાવેલ અને ચણધરેએ ગ્રંથિત કરેલાં છે. તેમાં જે કંઈ અક્ષર માત્ર પણ ન્યુનાધિક કરે તેને અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે. એટલે જે રૂપમાં ક્ષમાક્ષમણજીએ લેખની બદ્ધ કર્યો તે જ રૂપમાં અન્યુનાધિકપણે આજદિન સુધી ચાલી રહ્યાં છે.
ભગવાન મહાવીર પછી અને શ્રી દેવગિણિ ક્ષમાક્ષમણજી પૂર્વે થઈ ગયેલા કંઈ સ્થવિરેએ ઉપાંગસૂત્રે તથા કાલિક-ઉત્કાલિક શાસ્ત્રોની રચના કરી હતી સર્વને શ્રી ક્ષમાક્ષમણજીએ પિતાના નેતૃત્વમાં લેખની બદ્ધ કરાવી દીધાં હતાં, અને તે સર્વે આગને ઉલ્લેખ તેઓશ્રીએ સ્વરચિત નંદિસૂત્રમાં કરેલો છે. એ રીતે તે સમયે સર્વ આગમોની સંખ્યા ૮૪ નિશ્ચિત હતી. ત્યારબાદ કેટલાક શાસન સ્તંભ ધર્મરક્ષક આચાર્યોએ સાધારણ જ્ઞાનવાલા મુમુક્ષુઓને સમજવામાં સહેલાં પડે તે માટે આગમોમાં બતાવેલા ગુઢ ૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org