________________
પ્રકરણ ૩ જુ.
જૈનાગમાં તીર્થકર, કેવલજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અને પૂર્વધરના આ વિરહ કાળમાં કઈ પણ વસ્તુને નિર્ણય કરવાનું સાધન હોય જેનાગામ-જૈનશાસ્ત્ર છે. શાસ્ત્ર પણ પ્રારંભમાં જેટલાં હતાં તેટલાં આજે વિદ્યમાન નથી. તે પણ જેટલાં શાસ્ત્રો આજે બાકી રહ્યાં છે તેટલાં પણ જૈન સમાજ માટે બહુ લાભદાયી છે.
જેનાગોમાં મૂળ તે બાર અંગ (દ્વાદશાંગી) છે. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાયાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતાંગ (૭) ઉપાસક દશાંગ (૮) અંતગઢ દશાંગ (૯) અનુતરાવવાઈ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર (૧૨) દ્રષ્ટિવાદ એ બાર અંગ છે. આ બાર અંગે માં આખાયે સંસારના ધાર્મિક તથા વ્યવહારિક જ્ઞાનને સમાવેશ થઈ જાય છે. ભગવાન મહાવીરની પછી ૧૦૦૦ વર્ષોમાં તે બારમું અંગ દ્રષ્ટિવાદ સર્વથા વિચ્છેદ ગયું હતું, અને અગીઆર અંગ બાકી રહ્યાં હતાં. તે પણ પ્રારંભમાં જે સ્થિતિમાં હતાં તે સ્થિતિમાં આજે નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org