________________
મૂર્તિપૂજા
(૩) શ્રીમાન વાડીલાલ મોતીલાલ શાહ અમદાવાદવાળાએ પિતાની એતિહાસિક નેધ” નામના પુસ્તકમાં પૃષ્ઠ ૧૮ મેં લખ્યું છે કે આચાર્ય વાસ્વામીના શિષ્ય આચાર્ય વજસેનસૂરિના સમયમાં પાંચ-સાત એમ બાર વર્ષને દુકાળ પડશે તે સમયે શિથિલાચારી આચાર્યોએ મૂર્તિપૂજા પ્રચલિત કરી. એ સમય મહાવીર સ્વામી પછી છઠ્ઠી શતાબ્દીને હતે.
(૪) સ્થાનકવાસી મુનિ સૌભાગ્યચન્દ્રજી (સંતબાલજી)એ “જેન પ્રકાશ” પેપરમાં ધર્મપ્રાણ ફેંકાશાહની લેખમાલા લખતી વખતે બતલાવ્યું છે કે સમ્રાટ અશેકના સમયમાં જેનમૂર્તિઓ પ્રચલિત થઈ. સમ્રાટ અશેકને સમય મહાવીર પ્રભુની બાદ ત્રીજી શતાબ્દીને છે. પાછળથી બીજી શતાબ્દીની માન્યતા સ્વીકારી અને ત્યાર બાદ બડલીવાલા શિલાલેખથી ભગવાન મહાવીર પછી ૮૪ મેં વર્ષે મૂર્તિપૂજા શરૂ થઈ એમ માનવા લાગ્યા.
(૫) સ્થાનકવાસી મુનિ મણિલાલજીએ પિતાની “જન ધર્મને પ્રાચિન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલ્લી” નામે પુસ્તકના પૃષ્ટ ૧૦૯ તથા ૧૩૧ માં એવા પ્રકારને ઉલ્લેખ કર્યો છે કે “મૂર્તિપૂજાની શરૂઆત જનમાં શ્રી વીર નિર્વાણના બીજા સિકાના અન્તમાં થઈ હેય એમ કેટલાક પ્રમાણે પરથી સમજી શકાય છે. x x x સુવિહિત આચાર્યોએ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાનું આલંબન બતાવ્યું તેનું જે પરિણામ મેળવવા આચાર્યોએ ધાર્યું હતું તે પરિણામ કેટલેક અંશે આવ્યું પણ ખરું અર્થાત્ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની રથાપના અને તેની પ્રવૃત્તિથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org