________________
૧૫૮
મૂર્તિપૂજા માના દર્શનથી થયેલે ધર્મધ એ વિગેરે અધિકારે જિનેશ્વરદેવની પ્રતિમાની સત્તા-દર્શનીયતા અને પૂજ્યનીયતાની સાબિતી કરનારા છે. તે મૂર્તિ વિરોધક મતવાળાઓને માનવા પડે. તેમ છતાં પણ તે મતને અનુસરનારાને તે વૃત્તિ આદિનું આલંબન લીધા સિવાય છુટકે જ નથી. કારણકે મૂર્તિવિરેાધક વર્ગે દશવૈકાલિક આદિ સૂત્રોના અર્થ કરતી વખતે નિયુક્તિ ઉપર રચવામાં આવેલું ભાષ્ય અને તે ભાષ્ય કે નિર્યુક્તિ ઉપર રચવામાં આવેલી ચૂર્ણિ કે તે એક, બે કે ત્રણમાંથી કેઈને પણ અનુસરી કરવામાં આવેલી ટીકાને આધારેજ અર્થ કરેલા છે. કેઈપણ સૂત્રને કઈ પણ અર્થ એકલા વ્યાકરણ માત્રથી તેઓ કરી શકે તેમ નથી, કેમકે તે સૂત્ર અધ્યયન વિગેરેના ઉદ્દેશ, નિર્દેશ અને નિર્ગમ વિગેરે દ્વારેને તેમજ તે તે તે સૂત્રોમાં આવતા તે તે શબ્દોના નય, નિક્ષેપાના વિચાર સાથે તે તે સૂત્રોને કરવાના પ્રસંગે તથા તે તે સૂત્રોને કરનારા કે તેમાં આવતા પુરૂષના ઈતિ વૃત્ત તેઓને નિયુક્તિ આદિ સિવાય મળી શકે તેમજ નથી. વળી અમે તે મૂળ સૂત્રમાં કહેલી જ હકિકતને માનીએ છીએ અને સૂત્રો-૩ર જ છે એમ કહેનારા તેઓને તે પ્રતિમાથી જ દ્વેષ હોવાથી પ્રતિમા સિવાયની બીજી કેટલીક હકિકતે સૂત્રમાં નહિ આવતી છતાંય માન્ય કરે છે. જુઓ અંગ ઉપાંગ વિગેરેની રચના સાધુઓના આચાર વિચારને જ અનુસરીને થયેલી છે અને તેથીજ શ્રમણોપાસક કે જેઓ સાધુપણાની સ્થિતિમાં નથી તેઓના આચાર વિચારનું નિયમન પૂર્વે જણાવેલાં સૂત્રો ઉપરથી થઈ શકશે જ નહિ, કેમકે કઈ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org