________________
મૂર્તિપૂજા
૧૫૩ મધ્યમ સ્થિતિના ગૃહસ્થ હતા. તેમણે કઈ ગુરૂની પાસે રહી વિનય–ભક્તિ-યુક્ત થઈ જ્ઞાનાભ્યાસ કર્યો હોય એવું કઈ પ્રાચિન પુસ્તક-પટાવલી કે ઈતિહાસ દ્વારા સિદ્ધ થતું નથી. વળી શાસ્ત્રોની પરીક્ષા કરે એવી વિદ્વતાવાળા લંકાશાહ હતા તે તેમના હાથે લખાયેલ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથ-કવિતા આજે જરૂર વિદ્યમાન હેત. વળી એક વાત તે સામાન્ય માણસ પણ જાણી શકે છે કે સૂત્રોનું સત્યપણું સાબિત કરનાર સામાયિક-પૌષધ-પ્રતિકમણ–પ્રત્યાખ્યાનદાન અને દેવપૂજાને નિષેધ કરે ખરે? માટે સૂત્રોને બેટા ઠેરાવવાને અપજશ લોકાશાહ ઉપર ડે. ગાંધી શું કામ નાખે છે? કાશાહે ભલે ન મત ચલાવે પણ આટલાંજ સૂત્ર સાચાં છે તે સિવાયનાં સૂત્રો-નિર્યુક્તિઓ-ભાગ્યચૂર્ણિ કે ટીકા ખોટા છે એવું કયાંય કહ્યું ન હતું. લંકાશાહ પછી પણ લેકશાહના અનુયાયીઓ નિયુક્તિ-ભાગ્યટીકાદિના આધારે જ બનાવેલ બત્રીસ સૂત્રોના ટબા માનતા હતા.
ડૉ. ગાંધી જે દ્રષ્ટિરાગ અને મતપક્ષમાં બેભાન થઈ લોકાશાહને સૂત્રોના સાચા પરીક્ષક અને વિદ્વાન કહેતા હેય તે તે પછી તેરાપંથી લોકે ભીખમજીને માટે પણ એમજ કહે છે તેને પણ તમારે સાચું માનવું જ જોઈએ. જે આપ તેરાપંથીઓનું કહેવું સત્ય નથી માનતા તો પછી તમારું કહેવું અમે કેમ સાચું માનીયે ? જેમ તેરાપંથીઓનું કહેવું નિસાર છે તેમ આપનું કહેવું પણ નિસાર છે, કેમકે તમે બન્ને એકજ વૃક્ષની બે શાખાઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org