SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થન શ્રી જૈનશાસનમાં વિતરાગની મૂર્તિ એ ભવ્ય આલંબન છે. તેની આરાધનાથી કંઈ આત્માઓ ઉચ્ચપદને પામ્યાના શાસ્ત્રમાં સંખ્યાબંધ વૃત્તાંત છે. અતિશય જ્ઞાનીઓના આ વિરહકાળમાં ખરેખર એ જબ્બર આલંબન છે. શ્રી જિનાગમ અને જિનબિંબ એ જ આ પંચમ કાળમાં મુમુક્ષુઓને આધારભૂત છે. મહષઓએ આ બાબતનું ઘણું વિવરણ શાસ્ત્રોમાં કર્યું છે, તે પણ આ વિજ્ઞાનના કાળમાં પુરાતત્વવિદેએ શોધળથી મૂર્તિની અતિ પ્રાચિનતા કયારનીયે સિદ્ધ કરી છે. બુદ્ધિવાદના આ જમાનામાં હવે મૂર્તિપૂજા તરફ વંચીત રહેલ વર્ગ પણ વળે છે. કારણ કે આજે મૂતિ વગર જગતમાં વ્યવહાર પણ અશક્ય છે. સ્થાપના નિક્ષેપે આજે વિશ્વમાં વ્યાપક છે. એક પાઈથી માંડી લાખની નોટોને બહાર, ચિત્રોથી શિક્ષણ, બાવલાઓ. ઓઈલ પેઈન્ટીગે, ટ્રેડમાર્કે, પ્રદર્શને, ચલચિત્ર વિગેરે સ્થાપના નિક્ષેપજ છે. અને તે પ્રકારાન્તરે સાબિત કરે છે કે મૂર્તિથી પ્રેરણા પ્રાપ્ત થાય છે, ને ભાવનાની અભિવૃદ્ધિ થાય છે. સરકાર અને બીજાં મંડળે પણ આરેગ્ય–દયા વિગેરેના પ્રચાર માટે ફિલ્મ બનાવી લેકમાનસ કેળવે છે, અને તે જડ ચીત્રોની અંતઃકરણ પર અસર થાય છે એમ સાબીત થઈ ચુક્યું છે પૂર્વગ્રહથી હજી પણ મૂર્તિને નહિ માનનાર વર્ગના જીવન વ્યવહારને તપાસશે તે ખબર પડશે કે એમને બહોળો ભાગ ફટાઓ પડાવે છે–ફી જુવે છે–પ્રદર્શને પણ જુએ છે. આથી તેઓ સમજી શકે છે કે શંગારીક ચલચીત્રોથી જેમ ભાવના બગડે છે તેમ વિતરાગની મૂર્તિના દર્શનાદિથી શુદ્ધ ભાવ પ્રાપ્ત થઈ શકે છે. તો પછી સિદ્ધાચલજી આદિ અનેક તીર્થોના દર્શન પૂજનથી આત્માથીઓએ શા માટે વંચીત રહેવું? માનસશાસ્ત્રના ઉંડા અભ્યાસીઓ પણ મૂર્તિ-ચિત્રો આદિવડે તે તે પ્રકારની ભાવના થવાનું જણાવે છે. આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy