________________
૧૧૩
મૂર્તિપૂજા થયા જેમણે ઘણા માણસોને તાર્યા તેવા પ્રભુની તે પ્રતિમા
જરૂર ખરેખર ઉપયોગી છે. 'જિન પ્રતિમા પ્રત્યે જેમ પ્રેમ વધારે તેમ સંવર
નિર્જરા વધારે. - જેમ જેમ જિનેશ્વર ભગવાનની પ્રતિમા પ્રત્યે પ્રેમની વૃદ્ધિ અને શ્રદ્ધાની સુદ્રઢતા તેમ તેમ તે પ્રતિમાની પૂજન ભક્તિથી સંવર અને નિર્જરા વિશેષ પણે થાય છે. કારણકે પ્રેમ અને શ્રદ્ધાના બળે ગુણપ્રાપ્તિ તરફ આગળ વધવા આત્મા ઉત્સાહવંત થાય છે.
હંમેશાં જિનપૂજા કરનારને થતા લાભ.
હંમેશાં જિનપૂજા કરનાર આમા જિનેશ્વર પ્રભુ પ્રત્યે પરમ રાગવંત બને છે, અને આત્મગુણે પ્રગટ કરવાની તમન્નાવાળે બને છે. આવી રીતે ઉદ્દભવેલી તમન્નાથી અનેક વિધ અનીતિ ભર્યા અપકૃત્ય કરવાના સંસ્કાર આત્મામાંથી ધીમે ધીમે નાબુદ થાય છે, અને આત્મા પાપભીરુ બને છે, વળી હંમેશાં પૂજા કરનારનું થોડું ઘણું પણ દ્રવ્ય રેજ શુભ ક્ષેત્રમાં ખરચાય છે. તીર્થયાત્રા કરવાની ભાવના પણ પ્રગટે છે, અને તીર્થયાત્રા કરવાથી ચિત્તની નિર્મળતા, શરીરની નિરોગીતા, દાન-શીલ-તપભાવની વૃદ્ધિ ઈત્યાદિ મહાન લાભ પ્રાપ્ત થાય છે. શરીરની માંદગી આદિના કારણે પ્રસંગે સેવાપૂજા ન થાય તે પણ નિરંતર પૂજા કરનાર આત્માનું ધ્યેય પૂજામાં જ રહેતું હોવાથી કદાચિત મરણ થાય તે પણ જીવની શુભ ગતિ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org