SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ત્યારે તે પણ સત્ય છે એમ કહી દેવું અથવા પૂર્વકાલથી ચાલ્યા આવતા સત્યમાર્ગને ચૂકી નુતન માર્ગના સ્વીકારમાં શું ખલના છે તે જગત આગળ રજુ કરવામાં અક્યતાને ભંગ માની મૌનપણે બેસી રહેવાથી સત્ય માર્ગને હાની જ છે. આજે જેઓ અસત્ય મતના ખંડનની કે સત્ય મતના મંડનની વાતને અક્યતા ભંગ તરીકે ગણવાને દા કરે છે, તેઓ પણ પિતાના મતનું ખંડન અને અન્ય મતનું ખંડન તે કરે જ છે. અને જે નથી કરતા તે તેઓ કયા આધારે કહી શકે છે કે અમે સાચા છીએ ? અમે સાચા છીએ એ કહેવાને અર્થ જ એ છે કે–અમારા સિવાય બીજાઓ બેટા છે. આવી દીવા જેવી સ્પષ્ટ વાતને પણું ઢાંકી દઈને, જગતના કલ્યાણની કામનાથી એક પરમ સત્ય મતનું ખંડન કરવા માટે અસત્ય મતનું ખંડન કરનાર મહાપુરૂષોને ઐક્યતા ભંજકને ઇલ્કાબ આપવા તૈયાર થઈ જવું એ ચોક અન્યાય છે. જે માર્ગ માટે મંડન ખંડન કરવાને ઈન્કાર કરવામાં આવે છે તે માર્ગથી અલગ થઈ જેઓ સ્વમત ચલાવી રહ્યા છે તેમને તો આજની કહેવાતી એકતાની વાતે લાભ કર્તા છે. કેમકે એથી તેમના નુતન માર્ગને જરાપણ ખલન થયા સિવાય બહુજ આબાદ રીતે સંરક્ષણ મળી જાય છે. એટલે એવાઓને આવી એકતાની વાતે રૂચે તેમાં શું આશ્ચર્ય ? ભગવાન મહાવીરના અનુયાયી કહેવાતા વર્ગમાં જ જ્યારે રૂચિની ભિન્નતા દેખાય, જે સાધન આલંબનથી આત્મશ્રેય સાધવામાં મહાવીરના અનુયાયી તરીકે કહેવા જ એક વર્ગ હિંસા માને ત્યારે આવી ભિન્નતાથી સાચા આત્મહિતકને જરૂર શંકા ઉદ્ભવે કે આ બેમાં સત્ય શું? જ્યાં સુધી રૂચિભેદ હશે ત્યાં સુધી આ બે માન્યતામાં સત્ય શું છે? એવી શંકા શું કોઈને નહિ ઉદ્દભવે ? કેટલીક વખત તે મૈત્રીભાવે મળેલ અલગ અલગ ફિરકાના ઉપદેશકેને એકત્ર થયેલા જોઈ ઉપરોક્ત શંકા વધુ ઉત્પન્ન થાય છે. એવાઓની. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy