________________
૧૦૦
મૂર્તિપૂજા અઢી હજાર વર્ષે ઉપર થઈ ગયા. તેમનાથી બૌદ્ધધર્મ ચાલે. તેમાં આજસુધી મૂર્તિપૂજા ચાલી આવે છે. તે ધર્મની દરેક શાખા મારા સમજવા મુજબ મૂર્તિપૂજા માનવાવાળી છે. બૌદ્ધ ધમીઓની સંખ્યા દુનિયામાં સહુથી અધિક છે. તેમાં મૂર્તિપૂજા અસલની છે. તેથી તે ધર્મ જ્યારે ઉત્પન્ન થયે ત્યાર પહેલાં હિંદુસ્તાનમાં મૂર્તિપૂજા અવશ્ય લેવી જોઈએ; એનું કારણ એ છે કે-એ ધર્મ જ્યારે હિંદુસ્તાનમાં ઉત્પન્ન થયે તે વખતે જે મૂર્તિ પૂજા નહિ માનનારની સંખ્યા હતા તે તે વખતના બે મતની ચર્ચાના ગ્રંથે પણ લખાયા હેત; પણ તેવા કેઈ ગ્રંથે તે વખતના હોય તેમ જણાતું નથી. માટે તે મૂર્તિપૂજાની શરૂઆત અસલની હોવી જોઈએ. પુનઃ હિંદુસ્તાનના બીજા ધર્મો તરફ નજર કરીએ છીએ તે વેદને માનનારાં કેટલાં એક દર્શને જુના વખતમાં છે. રામ, કૃષ્ણ, મહાદેવ વગેરે મહાત્મા પુરૂને પરમેશ્વર યા પરમેશ્વરના અવતાર માનવામાં આવે છે. એ ધર્મને માનનારની સંખ્યા પણ હજારો વર્ષથી આ ભરતખંડમાં ચાલી આવે છે, તેઓ પણ અસલના મૂર્તિપૂજક હેવા જોઈએ. તેનું કારણ પણ એજ છે કે તે વખતે મૂર્તિ પૂજા માનનાર અને નહિ માનનાર એવા બે મતે આ ભરતખંડમાં હતાજ નહિ. જે હેત તે બને તેના પરસ્પર ખંડનમંડનના ગ્રંથો પણ વિદ્યમાન હેત; પરન્તુ હજાર બે હજાર વર્ષો પહેલાંના ઈતિહાસ જોતાં તેમાંનું કંઈપણ જણાતું નથી.
આ ભરતખંડ જે ઘણે ભાગે આર્યદેશ કહેવાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org