________________
મૂર્તિપૂજા નિમિત્તના સંસર્ગથી કુભાવના થાયજ નહિ. એમ આંશિક શીલની આરાધના પણ થઈ હવે આંશિક તપની આરાધના પણ વિચારીએ-ખાતે જાય અને પૂજા કરતે જાય એમ તે બને જ નહિ. માટે પૂજનના સમયમાં તેટલે અંશે તપની આરાધના પણ સમાયેલી છે. આ રીતે દાનાદિ ચારની આરાધના સમજવી. વળી પ્રભુના પૂજન કાલે અમુક અંશે બાર વ્રતની આરાધના થાય છે તે આ પ્રમાણે
પ્રભુદેવની દ્રવ્ય પૂજાના અધિકારી બે જણા હોય છે. ૧ અવિરિત સમ્યદ્રષ્ટિ. ૨ દેશવિરતિ. આજ ઈરાદાથી મહર્ષિ ભગવંતે શ્રાવકના ૧ “દર્શન શ્રાવક અને ૨ વ્રત શ્રાવક’ એમ બે ભેદ ફરમાવ્યા છે. ગુણ સ્થાનકના વિચારે દર્શન શ્રાવકને ચોથું અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણ સ્થાનક કહ્યું છે અને વ્રતધારી શ્રાવકને પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક હેય એમ સમજવું. દર્શન શ્રાવક જીવ અછવાદિ નવેતાના સ્વરૂપને જાણકાર હોય છે અને શ્રી જૈન શાસનને જ પરમ કલ્યાણકારી માને છે. વ્રતધારી શ્રાવક તેવી જ માન્યતા ધરાવવાની સાથે અમુક અંશે પણ વિરતિ ધર્મવાળો (ત્યાગ વૃત્તિ) હોય છે. એટલે પૂજ઼ ને અધિકારી એ બન્ને પ્રકારના શ્રાવકે સમ્યક્ત્વના ધારક હોય છે. એવા શ્રાવકે શરૂઆતમાં જિનમંદિરમાં પેસે ત્યારે પ્રથમ “નિસિહી ” એમ બેલવા પૂર્વક ઘર વિગેરેના આરંભ સમારંભાદિને, તથા ચારે વિકથા ( રાજ્યકથા-ભક્તકથા–દેશકથા અને
કથા)ને અને માર્મિક વચન–અભ્યાખ્યાન વચન-અપ્રિય અને અસત્ય વચન વિગેરે બલવાને ત્યાગ કરે છે. અને પ્રભુ મંદિરની થતી આશાતના ત્યાગ કરીને પછી બીજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org