________________
મૂર્તિપૂજા
૯૩ (૩) શ્રી ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે શિષ્યની પરીક્ષા કરવા
સારૂ ગુરૂ તેના પર બેટા દેષ આપે. સાધુને આ પ્રમાણે અધિક લાભ જાણીને હિંસા લાગે તેવાં પણ કાર્યો કરવાનો હુકમ છે તે પછી શ્રાવકને ધર્મ નિમિત્ત આરંભ કરતાં પાપ લાગે એમ કેમ બને? તેવાં કાર્યોને તે ભગવાન શુભાનુબંધિ કહે છે. જેમકે – સૂર્યોભ દેવના સામાનિક દેએ ભગવાનને સમવસરણ આદિ રચી ભક્તિ કરવા ઈચ્છા બતાવી, ત્યારે ભગવાને કહ્યું કે–તમારે એ ધર્મ છે. મેં તથા બીજા તીર્થકરોએ આજ્ઞા આપેલ છે. ઈત્યાદિ. એક જન પ્રમાણ જમીન સાફ કરવામાં અસંખ્યાતા વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય તથા બીજા જીવજતુ આદિને સંહાર થઈ જાય છતાં ભગવાને તે
તેમાં દેવતાઓની ભક્તિને પ્રધાન ગણી આજ્ઞા આપી છે. (૨) રાયપણી સૂત્રમાં ચિત્ર પ્રધાન કપટ કરીને ઘડા
દેડાવી પ્રદેશી રાજાને શ્રી કેશી ગણધર મહારાજાની પાસે ઉપદેશ પમાડવા લઈ ગયો. તેમાં અનેક જીના ઘાત થયા છતાં શુદ્ધ પરિણામી હોવાથી તેને ધર્મની
દલાલી કહી છે પણ પાપની દલાલી કહી નથી.. (૩) તેવી જ રીતે શ્રી કૃષ્ણ મહારાજે દીક્ષાની દલાલી કરી
તેને પણ ધર્મની દલાલી કહી છે પણ પાપની દલાલી. કહી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org