________________
ટી.
મૂતિ પૂજા કામ સાધુ માટે નિષેધેલ હોય તે શ્રાવકથી કરાતું તે કામ તમે સાવદ્ય જ ઠેરાવી દેશે? તો જુઓ! શ્રાવકને અનુકંપાદાન દેવું કપે! વળી રઈ પકાવી મુનિરાજને વહેરાવી ભક્તિ કરવાનું કલ્પ ! આ બન્ને કાર્યો સાધુ મુનીરાજને કરવાં કપે નહિ. તો તમારી માન્યતા મુજબ તે આ કામ સાધુ નથી કરતા માટે સાવદ્ય કાર્યો કહેવાય. ભગવાને સાવદ્ય કિયાને નિષેધ કર્યો છે માટે શ્રાવકે એ અનુંપાદાન અને રાઈ પકાવી મુનીરાજને વહોરાવારૂપ સુપાત્રદાન દેવાં જોઈએ નહિ. આ સિદ્ધાંત પ્રગટ કરજે. માટે અહિં વિચારવું જોઈએ કે સચિત્તાદિનું આરંભ ત્યાગેલું છે તેથી મુનીએ દ્રવ્ય પૂજા કરે નહિ. શ્રાવકે એ સર્વથા પ્રકારે આરંભ ત્યાગેલ નથી, માટે તેઓ જ દ્રવ્ય પૂજા કરી શકે. જેમ શ્રાવકે સાધુઓને આહાર પાણી વહેરાવે છે, તેમાં લાભ છે તે સાધુએ રઈ પકાવીને બીજા મુનીને વહેરાવી કેમ લાભ લેતા નથી તેવી રીતે દ્રવ્ય પૂજામાં લાભ છે પણ સાધુઓ કરી શકે નહિ. જેમ સામાયિકવાળા અને છૂટા ગૃહસ્થમાં જેટલો ફેર તેટલો જ સાધુઓ અને શ્રાવકેમાં ફેર સમજે. તે સવલી મતીએ વિચારવાથી તરત સમજાય છે. વળી તે કાર્યો સાધુઓ પતે જાતે કરે નહિ પણ ઉપદેશ દ્વારા કરાવે અને અનમેદન કરે. તેવી રીતે દ્રવ્ય પૂજા પણ સાધુઓ કરે નહિ પણ ઉપદેશ દ્વારા કરાવે અને અનુમેદન કરે. ડો. ગાંધી પિતે જૈન સિદ્ધાંત માસિક વર્ષ–૮ અંક-૯ સપ્ટેમ્બર ૧૯૫૪ ના પૃષ્ઠ ૩૫૯ મેં લખે છે કે
“શ્રાવક જ્યારે સંસારી કામમાં છૂટ લે છે ત્યારે સાધુની ભક્તિ માટે છૂટ લીએ તે તેમના આચારની મર્યાદામાં છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org