________________
મૂર્તિપૂજા જીવને વધ થવે તેનું જ નામ હિંસા છે એમ જૈનશાએ કદી કશું જ નથી.”
જૈનશાસ્ત્ર મુજબ વિષય કષાયાદિની પ્રવૃત્તિ કરતાં અન્ય જીને પ્રાણ નાશ થાય તેનું નામ હિંસા છે. વિષય કષાયાદિની પ્રવૃત્તિ સિવાય થતા પ્રાણુવ્યપરોપણ આદિને પણ જે હિંસા માનવામાં આવે તે દાનાદિ એક પણ ધર્મ પ્રવૃત્તિ થઈ શકશે નહિ. પ્રાયઃ એવું કઈ પણ ધર્મ કાર્ય નથી કે જેમાં હિંસા લેશ માત્ર પણ નહાય. એટલા ખાતર જે ધર્મ કાર્ય ત્યાજ્ય હોય તે જગતમાં એક પણ કાર્યને ઉપાદેય ગણી શકાશે જ નહિ. પ્રતિમા પૂજનમાં વપરાતાં જળ–પુષ્પ –ધૂપ-દીપક વિગેરે દ્રવ્ય સચિત્ત હેવાથી તેના વડે થતી પૂજામાં એકેન્દ્રિય જીવની હિંસાને દેષ લાગવાનું કહેનારાઓ “દરવાજા મેકળા અને ખાળે ડૂચા” ની કહેવતને અનુસરી અહિંસાના સત્ય માર્ગથી ચૂકી જાય છે. તેવી માન્યતા ધરાવનારાઓએ સાધુ લોકેની પૂજા પણ ભાવથી જ કરવી જોઈએ. સેંકડો કેસગાડી–ઘેડા–રેલ પ્રમુખ પર ચઢીને વંદન કરવા જવામાં શું ફાયદે છે? મનથી ઘરે બેઠાં જ ભાવના ભાવી લેવી જોઈએ. પણ ત્યાં તે ડૉ. ગાંધી કહે છે કે “કેઈ તેમ કરી (રેલ્વે આદિ દ્વારા) વંદન કરવા જાય તે પાપ કરે તેટલું પાપ અને ધર્મનું કાર્ય કરે તેટલું સંવર નિર્જરા” તે તેમના ગુરૂ વંદનથી સંવર-નિર્જરા કરવા પ્રથમ મુસાફરી દ્વારા હિંસા થઈ તેને તેઓએ બકરી ઈદની કુરબાનીની હિંસા જોડે કેમ ન સરખાવી? તેમના ગુરૂઓની આહાર–પાણી–વસ્ત્ર–આઠ–પાત્ર–પાટ વિગેરેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org