________________
સૂતિ પૂજા શુભ ભાવ ઉત્પન્ન કરવા પ્રતિમાની દ્રવ્યપૂજા.
ગુણ પ્રાપ્ત કરવાના ઉત્સાહથી શુભ દયાનની વૃદ્ધિ થાય છે, શુભ ધ્યાનની વૃદ્ધિથી કર્મરજને નાશ થાય છે. અને તેમ છતાં મેક્ષ માર્ગની સુગમતા થાય છે. એટલે જ પ્રેમ અને શ્રદ્ધા દ્વારા શુભ ધ્યાનની પ્રાપ્તિ અર્થે જૈન શાસ્ત્રોમાં પ્રભુ પૂજાના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે દર્શાવી દ્રવ્યપૂજા પંચપ્રકારી, અષ્ટ પ્રકારી, સત્તર પ્રકારી યા તે સર્વ પ્રકારી એમ ભેદે દર્શાવ્યા છે. અને એ ભેદમાં જળ-ચંદન-પુષ્પ–ધૂપ-દીપક–અક્ષત–નૈવેદ્ય-ફળ વગેરે દ્રવ્ય સામગ્રી વડે ગૃહસ્થી પ્રભુની દ્રવ્યપૂજા કરે છે, અને એ દ્રવ્ય વડે પૂજા કરતાં ભગવાનની ત્રણ અવસ્થાનું ચિંતવન કરે છે. ૧. જન્માવસ્થા–નવરાવવું, પ્રક્ષાલન કરવું, અંગ લુંછવું વિગેરે કરતી વખતે જન્માવસ્થા ભાવવાની છે કેહે પ્રભુ ! જેમ જલ પ્રક્ષાલનથી આ બાહ્ય તાપને નાશ થાય છે તેમ ભાવરૂપી શુચિ જલથી મારા આત્મા સાથે રહેલ કમૅમલ નાશ પામે. રાયાવસ્થા-કેસર, ચંદન, ફૂલમાળા, ઘરેણાં અંગ રચના વિગેરે કરતી વેળા રાજ્યાવસ્થા ભાવે છે કે અહે પ્રભુ! આપને ધન્ય છે કે આ પ્રમાણે વસ્ત્રાભૂષણ-રાજયપાટ છેડી સંયમ ગ્રહણ કરી અનેક ભવ્ય જેને આપે તાર્યા. હું પણ મારી અલ્પબુદ્ધિ અને પરિગ્રહને છેડી એ કયારે થઈશ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org