________________
અભયકુમારે મૂકી પ્રતિભા, દેખી આદ્રકુમાર; પ્રતિ બુઝથા સંજમ લઈ સિધ્યા, તે સારો અધિકાર–શ્રી ૫ પ્રતિમા આકારે મચ્છ નિહાળી, અવરમચ્છ સવિ બુઝે; સમક્તિ પામે જાતિ સ્મરણથી, તસ પૂરવભવ સ–શ્રી. ૬ છ અંગે જ્ઞાતા સૂવે, દ્રૌપદીએ જિન પૂજ્ય એવા અક્ષર દેખે તે પણ, મૂઢ મતિ નવિ બુઝથા–શ્રી. ૭ ચારણ મુનિએ ચૈત્યજ વાંઘાં, ભગવતિ અંગેરંગે; મરડી અર્થે કરે તેણે સ્થાનક, કુમતિ તણે પ્રસંગે–શ્રી ૮ ભગવતી અંગે શ્રી ગણધરજી, બ્રાહ્મી લીપી વંદે, એવા અક્ષર દેખે તે પણ, કુમતિ કહે કેમ નીદે–શ્રી ૯ ચિત્ય વિના અન્ય તીર્થિ મુજને, વંદન પૂજા નિષેધે; સાતમે અંગે શાહ આણંદ, સમિતિ કીધું શુ–શ્રી. ૧૦ સૂર્યાભદેવે વીર જિન આગળ, નાટક કીધું રંગે; સમકિત દ્રષ્ટી તેહ વખાણે, રાયપાસે ઉપાંગેશ્રી . ૧૧ સમક્તિ દ્રષ્ટિ શ્રાવકની કરણી, જિનવર બિંબ ભરાવે; તે તે બારમે દેવલેકે પહોંચે, મહાનિશીથે લાવે–શ્રી. ૧૨ અષ્ટપદ ગિરિ ઉપર ભરત, મણિમય બિંબ ભરાવ્યાં; એવા અક્ષર આવશ્યક સૂત્રમાં, ગૌતમ વંદન ચાલ્યાં–શ્રી. ૧૩ પરંપરાગત પ્રતિમા પુસ્તક, માને તે જ નાણ; નવી માને તેથી જ અજ્ઞાની એવી જિનવર વાણી–શ્રી. ૧૪ ખેતરપાળ ભવાની દેરે, ત્યાં જાવું નવિ વારે ' વીતરાગનું દેહરૂં વારે, તે કેણ સૂત્ર આધારે–શ્રી. ૧૬ આગમનું એક વચન ઉત્થાપે, તે કહીએ અનંત સંસારી; આખા જેઓ ગ્રંથ ઉત્થાપે, તેહની શી ગતિ ભારી–શ્રી. રર ચિત્ર લખી નારી જેવંતાં, વાધે કામ વિકાર; તેમ જિન પ્રતિમા મુદ્રા દેખી, શુદ્ધ ભાવ વિસ્તાર–શ્રી. ૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org