________________
મૂર્તિ પૂજા
૬૯
રાજા-પુરૂષ-સ્ત્રી-દેવ-ગુરૂ વગેરેની મૂર્તિ બનાવેલી હોય તેમાં રાજા-પુરૂષ-સ્ત્રી-દેવ-ગુરૂ વીગેરેના ગુણ્ણા નથી છતાં તેમાં મૂર્તિને રાજા ઈત્યાદિ માનવાના જે વ્યવહાર તે ઉપચાર વ્યવહાર કહેવાય છે. પુનઃ અનુપચાર વ્યવહારનું દ્રષ્ટાંત આ પ્રમાણે—
રાજા વીગેરે હયાત છે ને તેમાં રાજા વીગેરેના ગુણા છે તેા તેવા ગુણવાળાને રાજા વગેરે માનવાના જે વ્યવહાર તે અનુપચાર વ્યવહાર છે. અર્થાત્ રાજાના ગુણવાળા રાજાને રાજા તરીકે સ્વીકાર કરવા તે અનુપચાર વ્યવહાર છે.
રાજા સાક્ષાત હાજર ન હોય તે પણ રાજ્યશાહી વખતમાં રાજાની મૂર્તિ છબી બેસાડીને પણ પ્રજાજને તેના પ્રણામ આદિ આદર કરતા. એ ગુણહિત વસ્તુ પણ ગુણારાપથી પૂજનીયજ બની રહેતી એ આથી સિદ્ધ થાય છે.
વળી કોઈકના વાર્ષિક જન્મ યા મૃત્યુ દિવસ આવે છે ત્યારે એમ કહેવાય છે કે આજ અમુક ખાદશાહ રાજા -મહાદેવ-તીથંકર વગેરેના જન્મ દિવસ છે, જો કે જન્મ દિવસે તે બાદશાહ વીગેરે બાળક હોય છે, માતાની સુવાવડ ક્રિયા ચાલે છે અને બીજી પણ કેટલીક ક્રિયાએ થાય છે તેમાંનું આ વાર્ષિક જન્મ દિવસમાં કંઈ પણ હોતું નથી. છતાં તે વાર્ષિક દિવસમાં જન્મ દિવસના ઉપચાર કરી આજે રાજા વીગેરેના જન્મ દિવસ છે એમ કહેવાય છે ને તે ઉપચાર ( જન્મના આરેાપ) કરેલા દિવસને મૂળ જન્મ દિવસ જેવું માન અપાય છે. તેમ જ વાર્ષિક મૃત્યુ દિવસને પણ મૃત્યુ દિવસ સરખુ માન અપાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org