________________
મૂર્તિપૂજા “ખુદ મહાવીર સ્વામી ઉપર રાગભાવ કરનારને કેવલજ્ઞાન ન થયું તે મૂર્તિ પરના રાગથી શું વળવાનું હતું અને જ્યાં રાગ દ્વેષ રહિતભાવ છે અને શુદ્ધ આત્મભાવ છે તેને કઈ પણ અવલંબનની જરૂર નથી. તે પછી મૂર્તિના અવલંબનની કયાં જરૂર રહે છે?”
કેવલ જ્ઞાનની પ્રાપ્તિને રાગભાવ રેકનાર હતો પરંતુ ગૌતમસ્વામીને ગણધર પદ પ્રાપ્ત કરવા સુધીની દશાને તે રાગભાવે રેકી ન હતી. માટે સમજવું જોઈએ કે પ્રશસ્ત રાગ જરૂરી છે. ભગવાન મહાવીર ઉપર તે પ્રશસ્ત રાગ ગૌતમસ્વામીએ ન કર્યો હોત તો વીતરાગના શાસનની પ્રાપ્તિ તેમને સંભવી શકતજ નહિ. જેને જિનેશ્વરદેવ પ્રત્યે રાગ નથી તે માણસને સમકિતીજ કેમ કહેવાય? જિનેશ્વરદેવ પ્રત્યેના રાગી આત્માને જિનેશ્વરદેવની મૂર્તિ ઉપર રાગ પેદા ન થાય તેવું બને જ નહિ. જિનેશ્વરદેવની મૂર્તિ પ્રત્યેને રાગ તે વાસ્તવિકતાએ જિનેશ્વરદેવ પ્રત્યે રાગ છે. વીતરાગ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો જિનવિરહના આકાળે મૂર્તિના અવલંબનની જરૂરજ છે. એ અવલંબનથી ચૂકનારા આત્મવિકાસથી વંચિત રહી જાય છે. રાગદ્વેષ રહિત ભાવ (તેરમું ગુણસ્થાનક) પ્રાપ્ત થયા પછી અવલંબનની જરૂર નથી એમાં તે અમે પણ ક્યાં ના કહીયે છીયે?
વળી ડે. ગાંધી જણાવે છે કે –
“ખુદ તીર્થકરની હાજરીમાં ઘણું સાધુઓ શુદ્ધ આત્મભાવ કેળવ્યા વગર કાળ કરી સ્વર્ગે ગયા તે મૂર્તિ શું કરી શકવાની હતી?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org