________________
મૂર્તિપૂજા ખોટા છે તે નક્કી થઈ ગયું. અને અરિહંતના ખ્યાલમાં મૂર્તિ એ નિમિત્ત કારણ છે એ તે ડે. ગાંધીએ પણ કબુલી લો. શાબાશ! આમાં ઉપાદાન કારણ તો પહેલાનું જ્ઞાન છે એ બરાબર છે પણ સાથે સાથે સમજવું જોઈએ કે ઉપાદાન કારણને પમાડનાર નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણથી કાર્ય નીપજે પણ નિમિત્ત કારણને એ ધર્મ છે કે ઉપાદાન કારણ પમાડે, અને ઉપાદાન કારણ તે કાર્યપણે નીપજે એ રીત છે. માટે કાર્યપણે નીપજવામાં ઉપાદાન કારણ જોઈએ અને ઉપાદાન કારણ પમાડવામાં નિમિત્ત કારણું જોઈએ. માટે જિનેશ્વરદેવના ધ્યાન માટે નિમિત્ત કારણરૂપે જિનેશ્વરદેવની મૂર્તિની આવશ્યક્તા સિદ્ધ થાય છે. હવે જેમ સાક્ષાત્ તીર્થકરને જોઈ તે જોનારને ખ્યાલ અરિહંતના આત્માને હેઈ તેનું ચિત્ત તે શરીર દ્વારા તીર્થંકરના આત્માના ધ્યાનમાં જ લીન થાય છે અને જેમ જેમ તેની દ્રષ્ટિ તે શરીરને વધુ એકી ટશે નીહાળે છે તેમ તેમ તીર્થકરના આત્મામાં વધુ લયલીન બને છે. એ રીતે તીર્થંકરની મૂર્તિને જોતાંજ ખ્યાલ તીર્થકરના આત્માને જ પેદા થતું હોઈ તે મૂતિ તરફ એકીટશે જેનાર તીર્થંકરના આત્મામાંજ લયલીન બને છે. માટે ધ્યાન માટે મૂર્તિ એ ખરેખર આનંબને છે. અને ચોથા ગુણસ્થાનકથી મૂર્તિના આલંબનની જરૂર નથી એમ ડો. ગાંધીએ પ્રથમ જણાવેલ તે અસત્ય સિદ્ધ થાય છે.
આગળ જતાં મૂર્તિના આલંબનની જરૂરીયાત નહિ દર્શાવવા ડે. ગાંધી ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામીને દાખલે આપતાં કહે છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org