________________
મૂર્તિપૂજા ૮. સતી સ્ત્રીને પતિ પરદેશ ગયે હોય ત્યારે તે સ્ત્રી
પિતાના પતિની છબીનું રેજ દર્શન કરી સંતોષ પામે છે. શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે તેમના ભાઈ ભરતરાજા રામની પાદુકાની રામ પ્રમાણે પૂજા કરતા હતા. સીતાજી પણ રામની આંગળીની મુદ્રિકાનું આલિંગન કરી સાક્ષાત્ રામ મજ્યા એટલે આનંદ અનુભવતાં હતાં. રામચંદ્રજી પણ હનુમાને લાવેલા સીતાના અલંકારને દેખવાથી અત્યંત સુખને પામ્યા હતા. વળી દ્રોણાચાર્યની પ્રતિમા કરી તેની પાસેથી લવ્ય નામના ભીલે અર્જુનના જેવી ધનુષ્ય
વિદ્યા સાધી હતી. ૯. વર્તમાન કાળે દેશસેવા માટે પિતાના દેહનું બલિ
દાન દેનાર મનુષ્યના શબને દેશભક્તો શણગારેલી મેટર કે ગાડીમાં સુવાડી તેના પર પુષ્પોની ઢગલાબંધ વૃષ્ટિ કરી સરઘસ આકારે જાહેર રસ્તાઓ પર ફેરવી અગ્નિસંસ્કાર કરે છે. તે શબ જડ હોવા છતાં નીરિક્ષકના હૃદયમાં દેશભક્તિની લાગણી પેદા કરે છે. તે પછી પરમાત્માની મૂર્તિનાં દર્શન કરનારને પરમાત્માના સ્વરૂપની લાગણી ઉત્પન્ન થાય તેમાં
શું આશ્ચર્ય ? ૧૦. મૂર્તિને નહિ માનનારાઓ પણ પિતાના મૃતક ગુરૂનું
શરીર અચેતન હોવા છતાં બીજાં કામ પડતાં મૂકી તેનાં દર્શન કરવા દેડી જાય છે. તથા તે મૃત શરીરને પણ ધામધૂમથી ચંદનના લાકડે બાળે છે, અને
Jain Educationa International
lonal
For Personal and Private Use Only
www.jainelibrary.org