SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શસ્ત્રપરિજ્ઞા અને તે પછીનાં બીજાં અધ્યયનોની વિચારધારા સર્વત્ર પ્રચલિત થઈ ગયા પછી, લોકસાર અધ્યયનની વિચારસરણી લાંબા કાળે પ્રકાશમાં આવી લાગે છે. તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના આધારે વિકસી છે, તેમાં શસ્ત્રપરિજ્ઞાનો ઉલ્લેખ (..UિTI-વિવેને મસિ. ૫.૩.૧૫૯, જુઓ ઉપર હું ૧.૪) પણ થયો છે અને તેનાં કેટલાંક સૂત્રો ઉપર શસ્ત્રપરિજ્ઞાનાં કેટલાંક સૂત્રોની (૧.૧.૫,૮ અને ૧.૫.૪૫, ઉપર જુઓ) સ્પષ્ટ અસર થઈ છે. શસ્ત્રપરિક્ષાના વિચારોની સાથે સાથે સમગ્ર લોકસારમાં, અને ખાસ તો તેના ચોથા, પાંચમા અને છઠ્ઠા ઉદેશોમાં નવેનવા ભિક્ષવૃત્તિ અપનાવતા (દીક્ષિત થયેલા) સાધકને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેની શરૂઆત તો ત્રીજા ઉદેશના અંતિમ સૂત્રથી (..વંત ટૂ ...૫.૩.૧૬૧) થઈ છે. નવેનવા ભિક્ષુએ ગામેગામ વિહાર કરતી વખતે કેટલાક લોકોના વિચિત્ર વ્યવહાર ટાળવા શું કરવું, અને ભિક્ષા લેવા જતાં કેમ વર્તવું, વગેરે આ બધા ઉદ્દેશોમાં જણાવ્યું છે. આ ઉદેશોની પરિભાષા જુદી તરી આવે છે; જેમ કે પંતં તૂ..(૫.૩.૧૬૧), રામાપુIM દૂરૂઝમાણસ...,તfી-તપુરી-તપુરા...નર્થ વિહારી...મમમળે. સામાને...(૫.૪.૧૬૨, સરખાવો ૫.૬.૧૭૨). ઇત્યાદિ. એણે પોતાની ઇંદ્રિયોને સંસારસ્રોતમાં (કાચબાની જેમ) સર્વત્ર સંકેલી લેવી (૫.૫. ૧૬૬). વળી, ૫.૪.૧૬૨માં ઇર્ષા સમિતિ તથા પ.૪.૧૬૪માં અવમોદરિકા (અનશન વ્રતનો એક પ્રકાર), વગેરેનાં વર્ણનો એકદમ દષ્ટિગોચર થયાં છે (સરખાવો - ઉત્તરાધ્યયન ૨૪.૮). ઉપરાંત, કર્મકોવિદ (૫.૧.૧૫૧), વિગ્રહ ( શરીર, ૫.૨.૧૫૨), શીલ (૫.૩.૧૫૮), જન (પ.૪.૧૬૪), યુદ્ધાર્ડ (પ.૩.૧૫૯), આગારિય ( ગૃહસ્થ, ૫.૧.૧૪૯), વગેરે જેવા શબ્દો આ અધ્યયનમાં નવા છે. તેમ છતાં પણ શસ્ત્રપરિજ્ઞાના વિચારો લોકસાર અધ્યયનમાં ઠેકઠેકાણે રજૂ થયા છે. તેમાં જણાવ્યું છે કે અવિદ્યામાંથી છૂટયા વગર જેઓ મોક્ષની વાત કરે છે (અણુવર વિજ્ઞાણ તમોવરમાદુ.) તેઓ જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે (૫.૧.૧૫૧). બંધ અને મોક્ષ મનુષ્યની અંદર જ છે (વંધપાવરવો તુન્નત્થવ ૫.૨.૧૫૫). મન ઇવ મનુષ્યનાં કારણે વંધોલો: (મૈત્રાયણિ ઉપનિષદ ૪.૧૧ : મન જ મનુષ્યનાં બંધ અને મોક્ષનું કારણ છે). વિરત થયેલો મુનિ લાંબા કાળ સુધી તિતિક્ષા કરે છે (ઉત્તતિવર પ.૨.૧પ૬), અને સંસાર-ઓઘ તરી જાય છે (૫.૩.૧૬ ૧). મુનિએ વાણી ઉપર સંયમ રાખવો અને પોતાનામાં સુરક્ષિત રહેવું (વારે પસંધુડેસૂત્રકૃતાંગ 1.૨.૨.૧૨ માંથી અહીં પ્રક્ષિપ્ત) અને પાપ ત્યજી દેવાં; આ રીતે મુનિવૃત્તિ અપનાવવી (૫.૪.૧૬૫). સૂત્રકૃતાંગ પણ સર્વ સંગોને છોડી, સર્વ દુઃખો સહન કરતાં અ-સંસારી થવાનું કહે છે (1.૭.૨૮, I૮.૨૬, ૫૧), સૂત્ર ૫.૫.૧૭) અને ૫.૫.૧૭૧ – એ બંને સૂત્રો સ્થાન ફેર થયાં છે, તે બંનેનું યોગ્ય સ્થાન કદાચ સૂત્ર ૫.૫.૧૬૬ પછી હોય એમ શૂછીંગે સૂચવ્યું છે (વો.મ. પૃ.૯૫-ટ.૭ અને પૃ.૯૬). આ સૂત્રોમાં વૈદિક વિચારોનાં દર્શન થાય છે એવી મુનિ જંબૂવિજયે પણ એમની આચાર-આવૃત્તિમાં નોંધ કરી છે (સહ્ય દુતના ‘ત ત્વત્તિ' ત વૈવુિં પ્રસિદ્ધ વાન સદ વિધેયા. આચાર પૃ.૫૫, ટિ.૧). તે સૂત્રો જણાવે છે: “સાચે, તું જ તે છે કે જેને તારે હણવું છે તેમ તું માને છે...તે (મરનાર અથવા મારનાર) ઋજુ અને પ્રતિબદ્ધજીવી (જીવંત તત્ત્વ) છે. તેથી તું ન હણનાર છે, (ક) ન હણાવનાર પણ છે.” (તુમ સિ નામ તે વેવ = દંતત્રં તિ મન્નસિ...અંગૂ વેયં-પડિવુદ્ધનીવી. તાં હંતા ન વ થાયT). આચાર ૩.૩.૧૨૨માં (બાતતો વહયા પાસ. તી ન હંતા ન વ થાય - આત્માથી – આત્મરૂપે - બહાર જો. તેથી ન તો હણનાર છે કે ન હણાવનાર પણ છે) પણ આવો જ આશય સ્પષ્ટ છે (જુઓ ઉપર હું ૧.૩)૧૫. કઠ ઉપનિષદ પણ કંઈક આવા જ શબ્દોમાં આવો જ વિચાર વ્યક્ત કરે છેઃ દુન્ના રેગ્નન્યતે ઇતું હતશે”ીતે હત...ના 7 7 દૃીતે. હણનાર જો (આત્માને) હણવાનું માને અને હણાયેલો જો (આત્માને) હણેલો (હણાયેલો) માને...તે હણતો નથી અને હણાતો નથી (કઠ ઉપનિષદ ૧.૧૯, સરખાવો - ૐ ધતિથતિ હૃત્તિ . ગીતા ૨.૨૧ વિસ્તાર માટે જુઓ થીમેની નોંધ, પૃ. ૯૭). લોકસાર આગળ જણાવે ૧૪ ] [ સામીપ્ય : એપ્રિલ, '૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy