SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે જે આત્મા છે તે વિજ્ઞાતા છે. જેનાથી તે જાણે છે તે આત્મા છે, તે આત્મવાદી.. કહેવાય છે (જે માયા સે વિન્નીયા,...ને વિજ્ઞાારૂ છે ગાય..ઉસ માવા..વિહિપ. ૫.૫.૧૭૧). છાંદોગ્ય ઉપનિષદ (૭.૭.૧) પણ કહે છે કે રોમમ્ ૨ વિજ્ઞાનેનૈવ વિનાનાતિ (આ લોકને તે વિજ્ઞાનથી જ જાણે છે). લોકસાર અધ્યયનના અંતે (૫..૧૭૬) ઔપનિષદ તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા દર્શાવતી વિચારસરણી વ્યક્ત થઈ છે, જેમ કે, “અહીં આગતિગતિ જાણીને વિખ્યાતમાં (=આત્મતત્ત્વમાં) રાચેલો તે જન્મમરણનો માર્ગ ઓળંગી જાય છે.” (દ...ગળેફ નાડુંમરણમ્સ વડુમાં વિષયર). “સર્વે મરણ (અથવા જન્મ-સર, અથવા વાણી-સ્વર) નિવૃત્ત થાય છે. તર્ક જયાં હોતા નથી, ત્યાં મતિ ગ્રહણ કરતી નથી.” (સને સા નિયફ્રુતિ. તક્ષા નW 7 વિજ્ઞ, મરું તલ્થ દયા). કઠ ઉપનિષદ જણાવે છે કે ગતવર્ય, નૈષા તન મતિએપયા (૨.૯. એનો તર્ક થઈ શકતો નથી. તે મતિ તર્કથી પ્રાપ્ત થઈ શકતી નથી.),-નાત્કિ પ્રવનેન તથઃ (૨.૨૨ = મુંડક ઉપનિષદ ૩.૨.૩. આ આત્મા પ્રવચનથી પ્રાપ્ત થઈ શકતો નથી.) આ આત્મા ઇંદ્રિયો અને મનથી પર છે તેવું અનેક ઉપનિષદો પણ જણાવે છે (જેમ કે મુંડક ઉપનિષદ ૩.૧.૮, ૧.૬ તૈત્તિરીય ઉપનિષદ ૨.૪.૧ = ૨.૯.૧ = તેજો બિંદુ ઉપનિષદ ૨૦; કેન ઉપનિષદ ૧.૩; ઉપરાંત કઠ ઉપનિષદ ૨.૬.૧૨, ૯૦, બૌદ્ધદર્શનના સંદર્ભમાં જુઓ શ્રાડર પૃ.૩૯-૪૨). લોકસારનું આ અંતિમ સૂત્ર આત્મતત્ત્વનું વર્ણન આગળ ચલાવે છે: (મોજી અપૂફાનસ વે) તે ઓજસ - રાગદ્વેષથી પર - અપ્રતિષ્ઠાનનું ક્ષેત્રજ્ઞ છે” હાકરના મન્તવ્ય મુજબ વૈદિક પરંપરાના તપસ્વિઓના તપના પરિણામે તેઓમાં દેખાતી એ પ્રકારની તેજસ્વિતા સાથે ઓજસની તુલના થઈ શકે. આચાર-બ્રહ્મચર્યમાં સમ્યગુદર્શનવાળા ક્ષેત્રજ્ઞ માટે ઓજસ શબ્દ તેજ-જયોતિના અર્થમાં રૂઢ થયો લાગે છે (જુઓ આચાર ૬.૫.૧૯૬; ૭.૩.૨૦૯, ૨૧૦: ૭.૬.૨૨૪. - સરખાવો - આચાર |.૧૬.૮૦૦ . વિમુસિ વિકૃતિ.. રુખમાં નતિ - અગ્નિથી શુદ્ધ રૂપાની જેમ વિમુક્ત શુદ્ધ થાય છે...). “તે (ઓજસ ? આત્મતત્ત્વ) દીર્ઘ નથી-સ્વ નથી,...લોહિત (લાલ) નથી,...શીત નથી-ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી-શુષ્ક નથી, નથી કાય (શરીર)-નથી બીજાંકુર (), નથી સંગ, નથી સ્ત્રી કે નથી પુરુષ કે નથી અન્યથા (બીજું કાંઈ, નપુંસક?)” (સે ન તીદે-ર હૈસે, તોહિણ....૨ સી-૧ ૩દે, નિક્કે- , ર 18-ન દે, સંગે, ને રૂસ્થી ને રિસે ને અન્નદી. સૂત્ર ૫.૬.૧૭૬ ચાલ). લોકસારના આ વિચારો પણ ઉપનિષદોના વિચારો સાથે સામ્ય ધરાવે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ ? (૫.૧૦) કહે છે કે નૈવ સ્ત્રી ને પુમાનેપ વૈવાય નપુંસર (એ-આત્મા - સ્ત્રી નથી કે પુરુષ નથી કે એ નપુંસક પણ નથી. સરખાવો - તેજોબિંદુ ઉપનિષદ ૬.૨૮ - સ્ત્રી ને યોfષો વૃદ્ધ ચાર વિતંતુના - તે સ્ત્રી નથી, યોષિત્ (પરિણીતા, બાલિકા) નથી, વૃદ્ધા નથી, કન્યા નથી, વિધવા (પણું) નથી (?), બૃહદારણ્યક ઉપનિષદ (૩.૮.૮) - પતદ્રક્ષ... અધૂતમ્ - અનy – અપૂર્વમ્ - અવીર્યમ્ - ગોહિતમ્ - સદ.. મામ્ - અરમ્ - અન્ય... (તે અક્ષર તત્ત્વ પૂલ નથી-અણુ નથી, હૃસ્વ નથી-દીર્ધ નથી, લોહિત નથી, સ્નેહ (સ્નિગ્ધ નથી, સંગ નથી, રસ નથી, ગંધ નથી...) આ આત્માને પાણી ભજવાતું નથી, વાયુ સૂકવતો નથી (ગીતા ૨.૨૩,૨૪). લોકસાર આખરે જણાવે છે કે “તે પરિશ (બધું જાણનાર) અને સંજ્ઞમાં (સંજ્ઞા-સ્વરૂપ? યોગ્ય જાણનાર) ઉપમા નથી હોતી. તે રૂપરહિત સત્તામાત્ર છે. તે અપદને (શબ્દ કે સ્થાનથી પર) પદ નથી. તે નથી શબ્દ, નથી રૂપ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ, એમ એટલું જ. (પરિને સને ૩૧મી ર વિજ્ઞ. અરૂવી સત્તા, અપક્ષ સ્થિ. એ ન સંઘે 1 રૂપે, છે, તે રસે, પાસે, રૂક્યૂયાવંતિ - સૂત્ર ૫.૬.૧૭૬). કઠ ઉપનિષદ (૩.૧૫) પણ આત્માનું વર્ણન કરતાં જણાવે છે કે આત્મતત્ત્વ મશબ્દ-૩સ્પર્શ-અપ-અરસ-માન્યત્ર-૨ ચત છાંદોગ્ય ઉપનિષદ (૭.૨૪.૧) કહે છે કે યત્ર નં-ચત્ પતિ ન-૩મચ–ગૃતિ...સ પૂમાં (જ્યાં બીજું જોતો નથી, બીજું સાંભળતો નથી તે ભૂમાં છે.) . લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy