________________
સમૂહરૂપ લોકની પરીક્ષા કરીને બ્રાહ્મણે (સંસારથી) નિર્વેદ પામવાનું મુંડક ઉપનિષદનું વચન છે ("રીફ્ટ નોન
વતન બ્રીહાળો નિર્વમયાન ૧.૨.૧૨). મુંડક ઉપનિષદ જૈન-બૌદ્ધ મત કરતાંય પ્રાચીન છે અને તેની ઉપર જૈન-બૌદ્ધોની અસર નથી તેમ હેર્ટલ (પૃ.૬૫-૬૭) અને સેલૉમેન (પૃ.૧૦૧-૧૦૨) પણ જણાવે છે. ગીતા (૨.૫૨) પણ મોહ દૂર થતાં નિર્વેદ પામવાનું (ન્તાસિ નિર્વ..) જણાવે છે. બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે કે - तमात्मानं विदित्वा ब्राह्मणाः...लोकैषणायाश्च व्युत्थाय भिक्षाचर्यं चरन्ति...तस्मात्...बाल्यं तुं पांडित्यं च निविद्याथ મુનઃ મૌન વાનીને ૨ નિર્વિથ બ્રાહ્મણ (તે આત્માને જાણીને બ્રાહ્મણો – બ્રહ્મને જાણનારા – લોકેષણામાંથી છૂટી જઈ ભિક્ષાચર્યા - ગૃહત્યાગ - આચરે છે... તેથી બાળકબુદ્ધિ અને પંડિતાઈથી નિર્વેદ પામીને મુનિએ, મુનિત્વ તથા અમુનિત્વથી નિર્વેદ પામીને બ્રહ્મ-જાણનાર-બ્રાહ્મણ-થવું જોઈએ. ૩.૫.૧). થીમેના મતે (પૃ.૯૫) આ ઉપનિષદના વિચારો મૂળ પ્રાચીન ઇશ ઉપનિષદ ૯-૧૦ ના આધારે વિકસ્યા છે. (મૌન એટલે “મુનિનું આચરણ”, આચાર ચૂર્ણિ-પૃ.૭૬ -પણ આ જ અર્થ જણાવે છે.) સૂત્ર ૪.૪.૧૪પમાં (નમ્સ અસ્થિ પુરે પછી મત્તે તરસ Fો સિયા – જેને પહેલાં કે પછી – જ્ઞાન - નથી હોતું, તેને મધ્ય-ગાળામાં તો ક્યાંથી હોય ?) આવતી તર્કપ્રક્રિયાને માંડૂક્ય ઉપનિષદ - કારિકાની (વૈતથ્ય પ્રકરણ-૬ : માવાવને ૨ યુન્નતિ વર્તનનેfપ તથા - જે શરૂઆતમાં અને અંતે નથી તે વર્તમાનમાં પણ તેમ જ હોય છે) તર્ક-પ્રક્રિયા સાથે સરખાવી શકાય (વળી જુઓઃ તેજોબિંદુ ઉપનિષદ - અંતર્યદ્ધિ વહિં. સત્યમન્તાભાવે વહિને ૨. પ.૨૮; વળી સરખાવો થી પુરે ૨ પછી વ. મત્તે ૨ વિન, સુત્તનિપાત ૩૫.પર
બ્રહ્મચર્યમાં રહી જે સમુરબ્રય - શરીર - ખંખેરી દે છે તે વીર છે - સિ...વીરે ને ધુણાતિ સમુસૂર્ય સત્તાં વંદસિ (૪.૪.૧૪૩, જુઓ ૫.૨.૧૫૫, ૬.૨.૧૮૩, ૬.૪.૧૯૦). બૌદ્ધ પરિભાષામાં પણ સમુરબ્રયને શરીર કહ્યું છે (બ્રહ્મચર્ય માટે જુઓ શૂબીંગ વો.મ. પૃ.૮૯). કઠ ઉપનિષદ પણ બ્રહ્મચર્યનું માહાભ્ય દર્શાવે છે (દા.ત. દ્વિચ્છતો બ્રહ્મચર્ય વન્તિ ૨.૧૫, વિસ્તાર માટે જુઓ આગળ $ ૧.૮).
સમ્યક્ત્વ અધ્યયનમાં કોઈવાર સંલેખનાનો (આમરણ અનશન વ્રત) નિર્દેશ મળે છે. ૪.૩.૧૪૧માં પોતાને કસવું અને જીર્ણ કરી દેવું અને જેમ જીર્ણ કાષ્ઠને હવ્યવાહ (અગ્નિ, વૈદિક યજ્ઞયાગાદિકની પરિભાષા !) બાળી મૂકે છે તેમ શરીર ખંખેરી દેવું, એવો આદેશ આપ્યો છે. આના સંકેતો લોકરિચય અધ્યયનમાં (..ધૂળે મૂસરીરમાં ૨.૬.૯૯ = ૫.૩.૧૬૧) અને શીતોષ્ણીય અધ્યયનમાં (કારવી પરિવ્ર ૩.૨.૧૧૬, = ઉત્તરાધ્યયન ૬.૧૪, નવવંતા ગોવિયે ૩.૪.૧૨૯, જુઓ ૫.૫. ૧૬૬, સૂત્રકૃતાંગ- . ૩.૨.૧૩, I.૩.૪.૧૫, I,૫.૨.૨૫) પણ મળે છે. તે રીતે નારદપરિવ્રાજક ઉપનિષદ પણ કાળની પ્રતીક્ષા કરવાનું (નમેવ પ્રતીક્ષેત ૩.૬૧) જણાવે છે. જો કે બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં બ્રહ્મચર્ય અપનાવી સંસારત્યાગ કરવાના આદર્શ પ્રત્યે વધારે ઝોક આપ્યો છે, પરંતુ કોઈ કોઈ સ્થળે આમરણ અનશનનો પણ ઉલ્લેખ થયો છે, બ્રહ્મચર્યાના ધૂત અને વિમોક્ષ નામે અધ્યયનોનાં મૂળ આવા અનશનના ઉલ્લેખોમાં રહ્યાં છે તે વિષે આગળ (૬ ૧.૬. ૧-૨) વિચાર કરવામાં આવશે. હું ૧.૫ આચાર-બ્રહ્મચર્ય-લોકસાર (આચાર ૫, ઉદ્દેશો ૧-૬)
બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના પાંચમા અધ્યયન લોકસારનું બીજું નામ આવંતી છે, કારણ કે તેનાં કેટલાંય સૂત્રોની શરૂઆત ગવંતી -ગવંતી (““કેટલાક ૫.૧.૧૪૭, ૧૫૦; ૫.૨.૧૫ર, ૧૫૪; ૫.૩.૧૫૭) જેવા શબ્દોથી થાય છે. આવા પ્રકારની શરૂઆત આચાર ૧.૧.૫,૮માં (યાવંતી સત્રીવંતી..) જોવા મળે છે. લોકસાર સૂત્ર ૫.૨.૧૫૩ (..મધુવં...વિપરિણામધુમ્મ) પણ આચાર ૧.૫.૪પનું પુનરાવર્તન કરે છે. લોકસાર અધ્યયનના પહેલા સૂત્રમાં લોક-પરામર્શ કે તેનો સાર રજૂ કરવાનું સૂચવ્યું છે. (.. સોયંસિ વિપરીમુસંતી..વિપૂરમુસંતી. પ૧-૧૪૭) તેના આધારે પણ આ અધ્યયનનું નામ લોકસાર રાખ્યું હોય.
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]
[ ૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org