________________
[ ૭૩
પ્રભુની આજ્ઞામાં સ્થિર બને થઈ તે ફરી કાલે આવે, એમ રોજ આવે અને ભાવના ન થાય તે આત્માને પૂછે કે ભાવના કેમ નથી થતી? અભ્યાસ વધારે, પા પા કલાક વધારે, એની મેળે ભાવના આવશે. પણ પ્રયત્ન જ ન કરે અને ભાવના નથી આવતી એમ કહીને માંડી વાળે એ તે ન ચાલે. એ ભયંકર અજ્ઞાનતા જ કહેવાય. છેકરે પહેલે દહાડે નિશાળેથી આવીને કહે કે એકડો આવડતું નથી, મારે ભણવું નથી, મને માસ્તરનું મેંઠું જોવું ગમતું નથી, ત્યારે “હશે ભાઈ! કંઈ નહિ. ઘેર બેસ, જ્ઞાનાવરણીય કર્મને ઉદય છે, પાપોદય છે, ન જઈશ.” આ પ્રમાણે કહેનાર બાપ જ્ઞાની કહેવાય કે અજ્ઞાની ? (સભામાંથી અવાજ થયે કે અજ્ઞાની.) જે એ અજ્ઞાની તે ધર્મની આરાધના માટે પ્રયત્ન કર્યા વિના જ પાપોદયની વાત કરનારા તમે કેવા ? એ ખૂબ વિચારે. પણ બોટાં બહાનાં કાઢી પ્રમાદને મજબૂત ન બનાવે. જ્ઞાનીનાં વચનનું અવલંબન લઈ, ઇન્દ્રિયની સામે થઈ વિષયોને લાત મારી, આત્માને બળવાન બનાવી, જેઓ જ્ઞાનીએ ઉપદેશેલા માર્ગે ઝૂક્યા તેમણે મુકિત મેળવી, બીજાએ નહિ. સમ્યગદષ્ટિએ અને સમ્યગદર્શનના અર્થીએ તે કર્મની સામે સંગ્રામ ચલાવવું જોઈએ, અંતરાને તેડવાના પ્રબળ પ્રયત્ન સેવવા જોઈએ. પિતાની મુક્તિની સાધનામાં અંતરાય કરનારાઓને – પછી તે પિતા, માતા કે મિત્ર હોય તે પણ – તે તેને પિતાના પિતા, માતા કે મિત્ર તરીકે માનતા નથી. ખરી વાત તો એ છે કે ધર્મમાં અંતરાય કરનારી માતા તે સાચી માતા નથી, તેવા પિતા તે સાચા પિતા નથી અને તેવા સ્નેહી તે સાચા સ્નેહી નથી. આજ્ઞા માનવી, પણ કચી ?
આજે જનતાને ભ્રમિત કરવાના ઈરાદે કેઈ પણ જાતના સ્પષ્ટ ખુલાસા વિના એવી જાતને ઉપદેશ દેવાઈ રહ્યો છે કે “જે માબાપની આજ્ઞા ન માને તે શ્રી મહાવીરદેવની આજ્ઞા શું માનશે ? ગુરુની આજ્ઞા શું માનશે?” એક દષ્ટિએ આ વાત પણ સાચી છે, છતાં માતાપિતાની ધર્મઘાતક આજ્ઞાને નહિ માનનાર માટે એ આક્ષેપ શું વ્યાજબી છે? કહેવું જ પડશે કે બિલકુલ નહિ. એટલું જ નહિ પણ આગળ વધીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org