________________
૫૬ ]
જીવન સાફલ્ય દર્શન-૧
વ્યવસ્થાને જીવનમાં અમલ કરવાથી વ્યવહારમાં પણ કેવું સુંદર પરિણામ આવે છે એ જોવા માટે એક દષ્ટાંત જોઈએ. શ્રી શાલિભદ્રજી અને રત્નકબળ !
શ્રી શ્રેણિક મહારાજા મગધ દેશના રાજા હતા. તેમની રાજધાનીરૂ૫ રાજગૃહીમાં શ્રી શાલિભદ્ર મોટા શ્રીમાન તરીકે વસતા હતા. એમની શ્રીમંતાઈ આગળ રાજાની ત્રાદ્ધિ પણ સામાન્ય ભાસતી. કારણ, શ્રી શાલિભદ્રને પિતાદેવ તુષ્ટમાન હતા. રાજ ૯૯ પેટી ઉતરતી હતી. ભજન, વસ્ત્રો અને અલંકારે દેવતાઈ આવતા હતા. મગધ દેશની અને તેમાં આવેલી રાજગૃહીની મહત્તા સાંભળી નેપાળ દેશના વેપારીઓ સવા લાખ સવા લાખ સેનૈયાની કિંમતની ૧૬ રત્નકંબળ લઈને રાજસભામાં વેચવા ગયા. ગમે તેવી ઠંડીમાં પણ રત્નકંબળ ઢાંકવામાં આવે તે પથ્થર જેવાં કરેલાં ઘી પણ પીગળી જાય, ગ્રીષ્મઋતુમાં તપેલાં ઘી ઉપર ઢાંકવામાં આવે તે ઠરીને પથ્થર જેવું થઈ જાય અને ચોમાસામાં ને શરદી કરે કે ન ગરમી કરે, આવી ગુણવાળી રત્નકંબળ મેલી થાય ત્યારે અગ્નિમાં નાખે તે શુદ્ધ થઈને બહાર આવે. આવી હતી તે રત્નકંબળ. રાજાએ કહ્યું, આવી રીતે ભેગમાં સવા લાખ સેનૈયા ખરચીએ તેના કરતાં પ્રજાના રક્ષણમાં ખરચીએ તે શું ખોટું ? વેપારીઓ સાંભળીને ખિન્ન થઈ ગયા અને બોલ્યા કે “જે માલ મગધ દેશના માલિક ન ખરીદે તે બીજુ કોણ ખરીદ કરે ? નાહકને મહેનત કરીને અહીં સુધી આવ્યા. શ્રી શાલિભદ્રની માતાએ આ વેપારીઓને ઉદાસપણે પિતાના ઘર આગળથી જતા જોયા. દાસીને બોલાવવા મોકલી. દાસીએ, “મારી શેઠાણ બોલાવે છે માટે તમે આવે,એમ કહ્યું, એના ઉત્તરમાં વેપારીઓએ કહ્યું કે “જે માલની ખરીદ રાજાએ ન કરી તે માલ તારી શેઠાણી કેવી રીતે ખરીદશે?” આની સાથે દાસીએ કહ્યું કે “મારાં શેઠાણી દર્શન કરવા જેવા છે. વેપારીઓ આવ્યા. શેઠાણીને જોઈ ખુશી થયાં. “શું લાવ્યા છે?” “રત્નકંબળ.” “કેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org