________________
ધર્મના ઉપાસક બને
૫૫ ] એવી જતનો અવાજ થયો કે “વાઘ ગયા, વરૂ ગયા, પણ હવે મશીનગને આવી છે.”
આમાં રાજદ્વારી પ્રક્ષની છાયા છે. આ વાતને એક બાજુ ઉપર રાખી એક ટૂંકી વાત સમજી લેવી જોઈએ. દુનિયાના વ્યવહારના હેતુ અને નિદાન બરાબર શોધો. મશીનગન કેમ આવી? જ્ઞાનીઓએ જે એક નિદાન શોધ્યું છે, તે માન્ય કરીએ તે બધું પતી જાય. ચિકિત્સક કેવલ બહારના વ્યાધિ ઉપર ધ્યાન નહિ આપતાં નિદાન તપાસે. કોટવાલ, જેલ, ફાંસીનાં લાકડાં, આ બધી ચીજો રાજ્યને ઉભી કરવી પડતી હોય તેનું નિદાન શું ? ઘરમાં તાળાંકુંચી, કંપાઉન્ડ, ભૈયા રાખવા પડે છે એ બધાનું કારણ શું ? જ્ઞાનીઓએ એ બરાબર તપાસ્યું અને જે માર્ગ બતાવે તે દુનિયા અંગીકાર કરે તે મશીનગનેની, પાંજરાની, પકડનારની અને રક્ષણ કરનારની જરૂર કદી નહિ પડે. મનુષ્ય જે મનુષ્ય બની જાય, મનુષ્યપણાને ભૂલી ન જાય, શું કરવું યોગ્ય છે તેને નિર્ણય કરી વર્તાવા માંડે તે બધી ખરાબીઓ નાબૂદ થઈ જાય. અર્થકામની લાલસાને છેડે. ન છૂટે તે તે ખોટી છે, તે શાંતિ આપનારી નથી, ચાલતું નથી તેથી જ તેને સ્વીકાર કરવો પડે છે, અને એ મારી પામતા છે, માટે કદાચ તે મેળવવા માટે પ્રયત્ન કરે પડે તે કરું, પણ તે પ્રયત્ન કરવા છતાં પણ તે વસ્તુની પ્રાપ્તિ ન થાય તે હું ભૂખ્યા પેટે પડ્યો રહું, સાધનહીન દશા ભેગવું, પણ અનીતિ આદિને ઉપાસક તે ન જ બનું.” આ નિર્ણય જે મનુષ્યમાત્ર કરે તે ઊભી કરવામાં આવેલી બધી જેલ બંધ થઈ જાય અને ગોઠવવામાં આવતી મશીનગને સ્વયમેવ ઊઠી જાય. આવી ઉત્તમ વ્યવસ્થા મહાપુરુષોએ ઉપદેશી છે. તેઓ ન તે પડ્યા રાજદ્વારીમાં કે ન તે પડ્યા દુનિયાદારીમાં. જે જાતિની વ્યવસ્થા તેઓએ ઉપદેશી છે તે સિવાય બીજની જરૂર છે? નહિ જ, કારણ કે બધી જ ઉત્તમ વ્યવસ્થાનો સમાવેશ એમાં થઈ જાય છે અને એ વ્યવસ્થાને અમલ કરવાથી બધી જ ઉપાધિઓનાં મૂળિયાં જેમાં સમાઈ જાય છે તેને નાશ થઈ જાય છે. ઉપકારીઓએ દર્શાવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org