SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આગમના પૂજારી બને ! [ ૨૧૮ સાધુપણુની મર્યાદા મૂકી ઉપદેશ ન આપજે. અમને મુધાદાયી, મુધાજીવી કહ્યા છે. તમારાં અન્નપાણી માટે અમારે ઉપદેશ દે, એમ ? જે એ ભાવના અમારામાં આવે તે હું કહું છું કે અમારાથી આગમ નહિ વંચાય. અમને જરૂર એ થાય કે આમને ફાવતું કહીશું તે પાતરામાં ઘીની વાઢી ઠલવાશે. ફાવતું નહીં કહીએ તો એ નહિ થાય. અમને વંદના નહિ કરે, ખમાસમણું નહિ દે, માટે ફાવતું જ બલવા દે. અમારે ને આગમને શું ? આ ભાવના આવી તે અમારા માટે દુર્ગતિને ખાડે તૈયાર છે. તમે એમ ન માનશે કે અમે તમારા અન્નપાણી માટે ઉપદેશ દઈએ છીએ. અનંતકાલે મળેલી માનવ જીંદગીને ન ગુમાવવી હોય તે મક્કમ બને. આત્માને નાશ કરે એવી વસ્તુ પાછળ પાગલ બની આગમને ન ઈ છેડો. આગમને છ છેડતાં અનંતકાલ સુધી દુર્ગતિમાં રખડશે. જે માત્ર શરીરને ત્રાંબા જેવું કરે તે જ માત્ર વિધિથી ન ખવાય, પશ્ચ ન પળાય તે શરીરમાં કીડા પડે, અને પછી એનો ઉપાય નહિ, સડી સડીને મરવાનું. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શાસનરક્ષક, સાડાત્રણ કરેડ કલેકના રચનાર, જેના અક્ષરે અક્ષરે મિથ્યાત્વાદિ ભાગે અને સમ્યવાદિ પમાય, જેણે પિષેલે પદે પદે વૈરાગ્ય વાંચી આત્મા વેરાગ્યવાસિત બને, એના મેંમાં આવા શબ્દો મૂકતાં તમને શરમ નથી આવતી? શ્રી કુમારપાલ જેવા આજ્ઞાપાલકને માટે એ સૂરીશ્વરજીને આટલું બધું કરવું પડે? શ્રી કુમારપાળની આંખે ઉઘાડવા પાનકારાની માગણી કરવી પડે? શું એ સૂરીશ્વરજી કદી સાધમીભક્તિનું કહેતા જ નહિ હોય ? આવી ઉપજાવી કાઢેલી વાત કરવી શ્રાવકને ન છાજે. પુરાવા લાવે. મને પણ માને તે આ આગમને હું વફાદાર રહેવું તે માનજે કેવળ મારા જ પૂજારી છે તે તમે ભગવાનના પૂજારી નથી. ભગવાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy