________________
૨૧૮ ]
જીવન–સાફલ્ય દર્શન-૧ તે, કધ, માન, માયા અને લેભમાં ભસ્મીભૂત થઈ જશે અને આટલું રહ્યું સહ્યું જૈનત્વ નાશ પામશે. વિદ્યમાન લબાના સદુપયોગને ઉપદેશ હોય, પણ લક્ષ્મીની જરૂર છે માટે પેદા કરે એ કહેવું એ શ્રાવકને પણ પાપ તો અમને તે મહાપાપ.
આજની વાતમાં ભગવાન શ્રી મહાવીરદેવને મૌલિક સિદ્ધાંતને નાશ થઈ રહ્યો છે. જૈનશાસનનું હાથે કરી લીલામ થાય છે. આજે સમયના નામે, જમાનાના નામે, શ્રી મહાવીરદેવની આજ્ઞાના નામે, જેઓ શાસન ઉપર હુમલાઓ કરી રહ્યા છે તેઓ સમજી લે કે તે બધા પિતાની જાત પરના હુમલા છે. અત્યારના કરતાં કંઈગુણા વિદ્વાનોએ નિહનવ બનીને શાસનવિરુદ્ધ પ્રયત્ન કર્યા. એ બધા પ્રયત્ન નાશ થયા, પ્રયત્ન કરનારાઓ નાશ થયા, પણ શાસન જયવંત છે. એકવીસ હજાર વર્ષ સુધી જયવંત રહેવાનું છે એમાં અમને જરાયે શંકા નથી. હવે સંખ્યાબલની વાત પર આવે. ઘણું હોય ત્યાં ધર્મ એ માન્યતા બેટી છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેનાર એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા એ સંઘ પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને ન માનનારા સંઘને શાસ્ત્ર અનેક ખરાબ ઉપમા આપી છે. માત્ર ભગવાન શ્રી મહાવીરદેવના નામ દેનારાથી ખુશી થવાનું નથી.
ભગવાન શ્રી મહાવીરદેવનું નામ દેનારમાંથી કેટલાયે શાસનની હાંસી કરી રહ્યા છે. જૈનેતરમાં જે જૈનશાસનની છાપ સારી હતી તે હલકી કરનાર આજના કહેવાતા સુધારક જૈને જ છે. ઇતર પાસે એ જ તમારા ભગવાન શ્રી મહાવીરદેવનું નામ દેનારા ડાહ્યા ગણાતા, વિદ્વાનમાં ખપતા, કહે છે કે “અમારા સાધુમાં કાંઈ નહિ. અમારા આગમમાં કાંઈ નહિ. જ્યાં જુઓ ત્યાં પાપ, પાપ ને પાપ. આ ન ખવાય, તે ન ખવાય, રાતે ન ખવાય, કેડલીવર એઈલ ન પીવાય, આ ન થાય, તે ન થાય, આવી જ વાત છે.” બહેતર છે કે આવા લોકો ભગવાન શ્રી મહાવીરદેવનું નામ દેનારા ન હોય તે વધુ સારુ.
અમને પણ શાસ્ત્રકારે કહે છે કે ઘર મૂકીને ઉપકાર કરવા ન જજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org