________________
૧૪૪ !
જીવન-સાફલ્ય દર્શન-૧ નરક કે તિર્યંચગતિ થાય એમ શાત્રે કહ્યું છે. ચક્રવત ચકવતીપણમાં જ છે અને ચકવતી પણામાં જ મરે તે તેને નરક સિવાય બીજી ગતિ જ ક્યાં છે?
હા ! એ છે કે સંસારમાં પણ, વૈરાગ્યથી રંગાયેલે છતાં કદાચ ન છૂટકે વિષયસેવન કરતો હોય, બચવાની કે શિષવાળો હોય, ન છૂટકે બળતે હૃદયે આત્મા ઉન્માર્ગે ન જાય એટલા પૂરતું, વેદના ઉદયના ઔષધ તરીકે વિષયમાં પડે તે હજી પણ એ બચે. પણ વિષયમાં તન્મય બને, તે ખરેખર એ દુનિયાની વિષ્ટા જ ચૂંથે છે. વિષ્ટાને પણ લેક નરક જ કહે છે ને? શ્રી તીર્થંકરદેવને ભેગાવળી કર્મ ન છૂટકે ભેગવવાં પડે છે. એ ભેગને રોગ માનીને ભગવે છે. ભેગને રેગ માની જોગવનાર ભંગ પાસે કેટલે જાય? કયા હૃદયે, કઈ ભાવનાએ જાય ? વૃત્તિ શું રાખે ? એણે આનંદથી ભેગ ભેગવ્યા એમ કહેવાય? એ ભેગમાં સુખની કલ્પના કરે ? કદી જ નહિ. પણ જે ભેગમાં સુખ માને, ભેગને જીવન માટે જરૂરી અને સેવવાલાયક માને, ભગ એ મજેનું તત્ત્વ છે એમ માને અને આનંદપૂર્વક સેવે તે આત્મા માટે ભેગનું અંતિમ ફલ નરક છે એમાં કશી જ શંકા નથી. જેમ ધર્મથી સ્વર્ગાદિ સદ્ગતિ પણ મળે છતાં તેનું અંતિમ ફળ જેમ મોક્ષ છે, તેમ વિષયનું અંતિમ ફલ નરક છે અને એકાંતે જે કોઈ નિર્વિકપણે પશુની માફક ભેગમાં લીન બનીને રહે તે ખરેખર અહીં પણ તેની દશા નારકીના જેવી જ હોય છે. તે સુખી નહિ પણ ભયંકર દુઃખી હોય છે. વિષયાધીન કે ? ગંદો, વિવેક વગરને. આ બધી વાતે ઈશારેથી સમજાય તે સમજે, નહિ તે આ વાતના પીંજણમાં ઊત રાય તે નફટાઈ આવી જાય. આ વાત સારી નથી. ખોટી છે. કરવા જેવી નથી, પણ તમને મજેની લાગે છે. એને લઈને આદમી પર્વ તિથિ અને રાતદિવસ ભૂલ્ય, મારી કે પારકી ભૂલ્ય, મનુષ્યપણું, ધર્મ, આજ્ઞા, એ સર્વ ભૂલ્ય. આ દુનિયાના આરંભ-સમારંભની જડ ક્યાં છે? જે કામવાસના ખસી જાય તે અર્થ લાભ પ્રાય: ખસી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org