SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયવાસનાની વિકરાળતા [ ૧૪૫ અર્થભ ખસે તે ધર્મ ઘૂસે, ને ધર્મ ઘૂસે તે મેક્ષ મળે. મોક્ષ કોને મળે? વિષયમાં લીન હેય, વિષયમાં આનંદ માને, વિષયને જરૂરી માને એને? કદી જ નહિ. માટે શુદ્ધ ક્રિયા વિનાને કેવળ મુખથી જ વિષયના વિરાગ આદિની વાત કરનારે સાચે નથી, પણ દંભી છે. વિષયને વિરાગ એ સત્વની વૃદ્ધિ કરનાર છે : કેટલાક કહે છે કે લીનતા વગર વિષય ભગવે તે? પણ લીનતા વગર ક્યારે કહેવાય? જેને કોઈ પકડી રાખે ને ભેગવાવે તે. તમને બધાને પકડી રાખીને ભગવાવે છે ? નગરની કેરીઓ આવી આવીને તમારે મેંમાં પેસી જતી હશે કેમ? તમે વિષયની પૂંઠે પડ્યા છે કે વિષય તમારી પેઠે પડયા છે? વિષયના તમે ગુલામ છે કે માલિક છો ? જુઓ, સાંભળે, હું તમને એક વાત કહું. પણ વાત કહેતાં પહેલાં હું તમને કહી દઉં છું કે કથા કહેવાય તેમાંથી ય તમે લૌકિક વાસના ન લઈ લેતા, કારણ કે કથા દ્વારા પણ મારું ધ્યેય તમને વિષયથી વિરાગ પમાડવાનું છે. જ્ઞાનીઓએ એ જ એક શુભ ઈરાદે કથાનુગ ચે છે. વારુ, ચાલે સાંભળો. એક બ્રાહ્મણી હતી. એ વિદુષી હતી. એને ત્રણ દીકરીઓ હતી. એણે વિચાર્યું કે મારી દીકરીઓ સુખી ક્યારે થાય? જેવા વિચારને ધણી હેય એને એ અનુસરે છે. દીકરીને સુખ ક્યાં? સાસરે. ઘરમાં જેટલું સુખ ઘ તે ત્યાં ભયંકર દુઃખ. જ્યાં મેકલવી હોય તે ઘરજોગી કેળવણી આપવી પડે. ત્યાં માલિક તો બનશે ત્યારે બનશે પણ જાય ત્યારે તે વહુ તરીકે. એમ ન કહેતા કે મહારાજે પરણવાનું કહ્યું. શાસ્ત્ર તે કહે છે કે તમારાથી ન ચાલે તે આટલું જેવું. સમાનશીલ, સમાનકુલ, સમાનધર્મ જોઈને કન્યાને દેવી પડે તે, હું શું કહું છું ? દેવી પડે તો સમાનશીલ, સમાનકુલ અને સમાનધર્મ જે. એ આજ્ઞાનું પાલન ક્યારે કરી શકો ? જી. સા. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy