________________
વિષયવાસનાની વિકરાળતા
[ ૧૪૩
વિરાગ થાય, કષાયના ત્યાગ થાય ને ગુણના રાગ થાય. જ્ઞાનીઓએ જો ક્રિયામાં અપ્રમાદ ઉપદેશ્યા ન હોય તે તેા બધા જ કહી દેત કે અમારામાં વિષયના વિરાગ બરાબર છે. વિષય સેવીએ છીએ તે કમને, કષાય કરીએ છીએ તે સામાના ભલા માટે, અને ગુણુને રાગ તે રામરામ ભર્યાં છે; પણ હવે જ્ઞાનીઓના કથન પ્રમાણે તમારી તે વાતે ત્યારે જ મનાય કે જ્યારે વિષયના વિરાગની, કષાયના ત્યાગની અને ગુણના અનુરાગની નિદ્દ "ભ કરણી દેખાય. જેને સાચા હૃદયથી વિષય પ્રત્યે વિરાગ થાય, કષાયના ત્યાગ થતા જતા હોય અને સાચા ગુણા પ્રત્યે અનુરાગ પ્રગટે, તેની ક્રિયા કેવી હોય ? વિષયના વિરાગી વેશ્યાના ઘરમાં મજેથી જાય, પેાતાની કે પારકી જુએ નહિ, પેાતાનીમાં પણ ન જુએ રાત કે દિવસ, વાર કે તહેવાર, અને પછી કહે કે હૃદયથી મને વિષય ગમતા નથી ! કહે। આના જેવા બીજો દંભ કયા હાતા હશે ? વેશ્યાને ત્યાં જવુ, વિષયની નિધમાં નિધ ચેષ્ટાએ કરવી અને વિરાગી કહેવરાવવુ' એ બને નહિ. વિષયમાં લીન અનેલા આંધળાઓની દશા એવી છે કે લખીએ તે લખતાં લેખિની કંપે, વિચાર કરતાં મન કંપે, તે વાત કરતાં માં લાજે. વિષયાધીન જીવન એ એક રીતિએ નારકીનું જીવન છે. વિષયની સેવા પરિણામે નરકગતિને ખેંચી લાવે છે. એ તે પરભવની વાત, પણ આ લેાકમાંયે શુ? જાણવુ છે? પણ એનુ વર્ણન કરવા જેવુ નથી.
સભામાંથી પ્રશ્ન : એને નારકીની ઉપમા કેમ અપાય ?
એની આખી ક્રીડાના ચિતાર વિચિત્ર છે. વિષયના સેવનમાં અધ થનારની બુદ્ધિ અને વિવેક નષ્ટ બને છે. વિષયસેવા વગરના ટાઈમમાં જે જે ચીજોને હાથ લાગવાથી પાણી લઈ ને ધોવા પડે, વિષયાધીન અવસ્થામાં તે જ ચીજો સાથે કેવી ચેષ્ટા કરે છે? જ્યાં મલિન પટ્ટામાં અમૃતની કલ્પના, દુઃખમાં સુખની કલ્પના, ત્યાં બધી વાતા અગાચર રહે. અનુભવીએ પેાતાના અનુભવ ન કબૂલે તેને સમજાવાય કેમ ? વિષયથી દુતિ તા ખરી જ ને ? વિષયમાં ખરાબર લીન થઈ જાય તેા તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org