________________
૧૪ર |
જીવન-સાફલ્ય દર્શન-૧
વર્ણવે છે એ સમજવું જોઈએ. ઉપકારીએ તે ફરમાવે છે કે તે ધર્મ શિવસુખને ઉપાય છે કે જે ધર્મની સેવામાં પ્રથમ તે વિષયને વિરાગ થાય, આત્મા વિષયથી પાછો હઠે, આત્મા વિષયથી કંપે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ પાંચ વિષય છે. એને પ્રકાર ઘણું, પણ આ પાંચ મુખ્ય. રૂપની પાછળ આજે કેટલા આદમી દીવાના બન્યા છે? શ્રી જિનેશ્વરદેવના માર્ગને અંગીકાર કરે એ એવા બને? એ તે રૂપને અગ્નિની જવાળા માને. પતંગિયાં રૂપના મેહમાં ફસીને જાન ગુમાવે છે, પણ એ બિચારાં સંજ્ઞી નથી. એમનામાં સમજવાની તાકાત નથી. એક એક વિષયને આધીન થનારાની ભયંકર દુર્દશા થાય છે તે પાંચે ઈન્દ્રિયોને આધીન બનનારની કેવી દશા થાય? જે ધર્મની સેવામાં આત્મા આ પાંચે વિષયેથી પાછો ન ખસે, ચેતે નહિ, સેંકે નહિ એ ધર્મ છે? વિષયો વિરાગ એ ધર્મરૂપ પ્રાસાદને પાવે છે. વિષયવિરાગ વિના ધર્મરૂપ મહેલ બંધાતે ય નથી અને ટકો ય નથી. સાચું દાન પણ તે જ દેવાય, સાચું શીલ પણ તે જ પળે, સાચું તપ પણ તે જ થાય અને ઉત્તમ ભાવના પણ તે જ આવે. વીતરાગના ભક્તથી વૈરાગ્યના વૈરી બનાય ? વીતરાગના ભક્ત રાગી બને કે વિરાગી? વિરાગીને વીતરાગ ઉપર સારો પ્રેમ થાય કે રાગીને? જે વિષયને વિરાગી, તે જ વીતરાગને સાચો રાગી થાય. જે આત્મામાં વિષયના ત્યાગની ભાવના નથી, વિષય પ્રત્યે અરુચિ નથી તે આત્મામાં ધર્મ આવે પણ ક્યાંથી અને ટકે પણ ક્યાંથી? વિષય ઉપર સાચે વૈરાગ્ય જગ્યા પહેલાં તે ધર્મ આવે જ નહિ. આત્માને પૂછજો કે તું વિષયને પૂજારી છે કે પરમાત્માને ? વૈરાગ્ય, જે જીવનને સાચો સાથી છે, જે જનજીવનને મંત્ર છે, જે જનજીવનને પમાડનાર, ટકાવનાર અને પોષનાર છે તેના પ્રત્યે આટલી બધી અરુચિનું કારણ વિષયવાસના સળગ્યા કરે છે, એ છે. આથી જ જ્ઞાની પુરુષોએ કહ્યું કે જેમાં વિષયને વિરાગ, કષાયને ત્યાગ, ગુણાનુરાગ અને વિરાગપષક, કષાયનાશક અને ગુણપ્રાપક ક્ષિામાં અપ્રમાદ હોય તે જ ધર્મ શિવસુખને ઉપાય છે. કઈ ક્રિયામાં અપ્રમાદ? એ જ કે જેનાથી વિષયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org