________________
૧૧૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ કુટુંબી પરિવાર બહુ સારા હોય, ઊંચામાં ઊંચી કેટિના હય, ભલે રસ્તે બતાવવાની પેરવીમાં હોય, તેય પ્રાયઃ પિતાના સ્વાર્થને સાચવીને જ. આથી ધર્મની જિજ્ઞાસા પેદા થઈ કે તરત જ સદ્દગુરુને સમાગમ કરવાની ભાવના પેદા થાય. કારણ, તે સસજે છે કે “મને જે જોઈએ તે આ બધા કુટુંબીઓ સ્વાર્થવશ હોવાથી બતાવવા શક્તિમાન નથી” અને એ ભાવનાના ગે, તે સદ્દગુરુ પાસે જઈ વિનય અને બહુમાનપૂર્વક સદ્ગુરુ કહે તે સાંભળે; સાંભળીને તેનું મનન કરી તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે. દશેયને ઓળખે અને હૃદય-સન્મુખ રાખે :
અનંતજ્ઞાની મહાપુરુષે ફરમાવે છે તેને વિચારે નહિ અને મનન ન કરે ત્યાં સુધી જે કરણીઓ કહી છે તેને મર્મ શી રીતે સમજાય? દુનિયામાં નાના ત્યાગે, નાના ધર્મો બને છે તે કયી લાલસાથી ? શું સમજીને સાધુને અન્નપાણ આદિ આપે છે? ઉપાશ્રયમાં કલાક બે કલાક શું કરવા ગાળે છે? સામાયિક પ્રતિક્રમણ અને પૌષધ વગેરે શા માટે કરે છે? શીલ શા માટે પાળો છે? મહિનામાં–બે–ચાર પાંચ ઉપવાસ શા માટે કરે છે? આયંબિલએકાસણું વગેરે શા માટે કરે છે ? કઈ ઉમેદથી? કઈ વસ્તુની પ્રાપ્તિ માટે ? આ બધું કયા ધ્યેયની સિદ્ધિ માટે ? એ બધું તમે શા માટે કરે છે એના નિર્ણય પર આવીને જે હેતુ હોય તે કહે તે ખરા ? મારે તમને શ્રી જિનેશ્વરદેવની પૂજા, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ, સામાયિક માટે શું કામ કહેવું? આ બધું તમે શું કામ કહેવરાવવા માગે છે? મને વિચાર એ થાય છે કે જે એમને જોઈએ છે, તે હું કહું છું છતાં કરડું (કરવું ભારે પડે એવું) કેમ પડે છે. લોકોની વાત ઉપરથી જાણવામાં આવે છે કે હું કહું છું તે કરવું પડે છે, આકરું લાગે છે. શાથી? મને એમ કહેવામાં આવે છે કે “આપ કઠિન કઠિન વસ્તુઓને ઉપદેશ ન કરે પણ શ્રી જિનપૂજા સામાયિકાદિ સામાન્ય વસ્તુઓને ઉપદેશ કરે.’ હું પૂછું છું કે સામાયિકની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org