________________
૧૧૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ હતુંતે સમયે તેઓ શ્રમિત હતા, સુધિત હતા, રસવતી સામે હતી, એવા સંગમાં પણ એમણે વિચાર કર્યો કે કોઈ અતિથિ આવે, તે દઈને જમું. ક્યાં એમના વિચારે ને ક્યાં આજના વિચાર! આ કઠિન ક્રિયા છે? “જમવા પહેલાં અતિથિને દઈને જમું” એ ભાવના, ને “અતિથિને મેળવીને જમાડીને જમવું' એ કિયા તમારે માટે કઠિન છે? મને કહે છે કે “કઠિન કઠિન કહે છે પણ કંઈ હલકું હલકું કહે.” પરંતુ, હલકું પણ કઠિન વસ્તુની મહત્તા સમજ્યા વિના થવાનું નથી. જેને રૂપિયાની કિંમત નથી તે પાઈને ખીસામાં નહિ મૂકે. એક બાણું પાઈને રૂપિયે થાય એવું જે સમજે, તે માને કે પાઈપાઈને સંગ્રહ કરીશ તે રૂપિયે થશે. રૂપિયા પ્રત્યે પ્રેમ હોય તે જ પાઈ પ્રત્યે પ્રેમ થાય. નૈયા પ્રત્યે પ્રેમ હોય તે જ રૂપિયા પ્રત્યે પ્રેમ થાય. લાખ પ્રત્યે પ્રેમ હોય તો જ હજાર પ્રત્યે થાય, ઝાડ પ્રત્યે પ્રેમ હોય તે જ લાખ પ્રત્યે થાય. જેને કોડેની કિંમત સમજાવી દેવામાં આવે એને કહેવું પડે કે તું પાઈ લેજે ? વેપારી વેપારમાં આના-પાઈ ગણે છે. વ્યાજમાં દોકડા-બદામ ગણે. લાખોની કિંમત એને છે માટે ને ? જે મૂળ વસ્તુની કિંમત ન હોય તે તે આજુબાજુની વસ્તુ પર પણ પ્રેમ થવાને નથી.
,
પ્રેમ હોય તે જ
સમાજ એમ હોય તે જ
' આ સંસાર દુઃખમય છે, એને છોડવાથી શાંતિ છે, એ ભાવના ન આવે ત્યાં સુધી આમાંની એકે ભાવના આવે નહિ. દુનિયાના મજશેખ, ઘરબાર, રંગરાગ એ બધું મેજૂદ હેય તે મૂકીને ધર્મ કરવાની ભાવના ક્યારે થાય ? જ્યાં સુધી પિતાની પાસે રહેલી વસ્તુમાં સુખને ભાસ થાય ત્યાં સુધી અપૂર્વ, પૂર્વે કદીયે નહિ મળેલી વસ્તુ પર પ્રેમ થાય શી રીતે? સૌથી પહેલા ગુણ ધર્મને જાણવાની ઈચ્છા, એ ગુણ કોને આવે? ધર્મની જિજ્ઞાસા કેને પેદા થાય? ઘરને, બારને અને રંગરાગને સારા માને એને? દુનિયા અને ધર્મ એ બે જુદી ચીજ છે. દુનિયામાં ક્યારથી છો ? જમ્યા ત્યારથી નહિ પણ અનાદિ કાળથી ગોઠવાયેલા છે. દુનિયા કાંઈ નવી નથી. હમણાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org