________________
ધર્મક્રિયાઓ શા માટે ?
સંસાર અસાર છે એ સમજાયા વિના ધર્મ થશે નહિ?
અનંત ઉપકારી શાસ્ત્રકાર મહારાજાએ આ મનુષ્યપણાની સફળતા માટે, ત્રણ વસ્તુ બતાવી છે. એક તો શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રોનું શ્રવણ, બીજુ સાંભળીને તેની ઉપર શ્રદ્ધા અને ત્રીજુ શ્રદ્ધાને અનુસરતું વર્તન કરવામાં પિતાની જેટલી શક્તિ હોય તેને વ્યય. આ મનુષ્યપણાની શક્તિઓ જે આ ત્રણમાં કામ ન આવે ત્રણ સિવાય બીજા કાર્યોમાં ખરચાઈ જાય, તે મળેલું ઉત્તમમાં ઉત્તમ
જીવન આપણે ગુમાવી નાખ્યું એમ કહેવાય. હવે જ્યાં સુધી એ શાસ્ત્રના પ્રણેતા શ્રી જિનેશ્વરદેવને આપણે ઓળખીએ નહિ, ત્યાં સુધી એના પ્રત્યે આપણી શ્રદ્ધા જાગે નહિ. એ પરમાત્માની વાસ્તવિક પિછાણ ન થાય ત્યાં સુધી એનું શાસ્ત્ર સાંભળવામાં જે જોઈએ તે અનુરાગ થાય નહિ. એ માટે શાસ્ત્રકાર મહાપુરુષોએ સમ્યકત્વપ્રાપ્તિ મુખ્ય ગણી છે. જ્યાં સુધી દેવને ઓળખીએ નહિ, ગુરુને ઓળખીએ નહિ ત્યાં સુધી ધર્મનાં તત્ત્વ સમજાય નહિ અને ત્યાં સુધી આત્મા આ કારવાઈમાં ઉઘુક્ત થાય નહિ. એટલા માટે આપણે ભગવાન શ્રી મહાવીરદેવના પૂર્વભવને લીધે છે. ભગવાન શ્રી મહાવીરદેવ સમ્યકત્વને કેવી રીતે પામ્યા, કેના વેગે પામ્યા, વગેરે વિચાર કરવા બેઠા છીએ. નયસારના ભવમાંથી એ બધુંયે મળી આવશે. નયસાર જેનકુળમાં જન્મેલા ન હતા, સમ્યકત્વને પામેલા ન હતા. અટવીમાં, જંગલમાં લાકડાં કપાવવા ગયા હતા, મધ્યાહ્નકાળ વીતી જી. સા. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org