________________
સાચું ધર્માભિમાન
[ ૧૦૧
છૂટ આપેલી હોય છે કે તેલ-મરચું ખૂબ નાખવું. જમણની રસોઈમાં તેલમરચાને પાર નહિ. આવી છૂટ શા માટે ? લેકો ટેણું ને મારે તે માટે. નહિ તે જમાડનાર જાણે છે કે તેલમરચું રગવર્ધક છે, પણ મિષ્ટાન્ન જમાડનાર સમજે છે કે આ બિચારા તેલમરચાંનાં ગ્રાહકે છે, એ નહિ નાખીએ તે ચાંદા પાડશે. દુર્જનને સ્વભાવ !
દુનિયાની સારામાં સારી વ્યક્તિના પણ દુર્જન ચાંદા પાડ્યા વિના રહે, એ બને જ નહિ. એવા આદમીની વાતેથી સારાએ ગભરાવું નહિ. માનવું કે એવા ના હેત તે સજજને અંધારામાં રહી જાત. વાત કરી દુનિયાને વસ્તુની જાણ કરે એનાથી મૂંઝાવું નહિ એક પણ વસ્તુ એવી નથી કે જેમાં દુર્જન ખોતરણું ન કાઢે. એ વખતે વસ્તુને, તત્વને વિચાર કરનાર કેટલા? બે વાત કરે, કેટલાક હાજી કહે, અને કેટલાક તાળી પાડે. મનુષ્યપણાને ગુણ તે એ છે કે વાત સાંભળ્યા પછી તે સત્ય અને હિતકર છે એવી ખાતરી ન થાય ત્યાં સુધી તે વાતને અહીંથી અહીં (હૈયેથી હોઠે) ન લાવવી જોઈએ. જે તેમ બને તે વિગ્રહ ન થાય. બને ત્યાં સુધી એવી વાત સાંભળવી નહિ, ઘૂસે કાનમાં તે મેંઢ લાવવી નહિ, આ ગુણ ન આવે તે મનુષ્યપણું એ ભયરૂપ છે. મનુષ્યપણું સારામાં સારું, ઊંચી ગતિએ લઈ જાય પણ તેને દુરુપયોગ થાય છે એ મનુષ્યપણું શું કામ આવે ? આટલે ગુણ ન કેળવી શકો તે ભય છે કે આવી સારી સામગ્રી મળવા છતાં પણ દુર્ગતિમાં જવું પડશે. તત્વજ્ઞાની કેણ ?
તત્વજ્ઞાની કોણ? કોઈ દિવસ જેના હદયમાં નકામે વિચાર આવે નહિ તે. અર્થ વિનાને, પ્રજન વિનાને, લાભ વિનાને વિચાર તેને આવે જ નહિ. અને કદાચ આવી જાય તે તેને બેટો માનીને દૂર કર્યા વિના રહે નહિ તે. એ ઊંચામાં ઊંચે વિદ્વાન, પહેલા નંબરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org