________________
૧૦૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
કષાય કરીને ઉન્માર્ગ પણ ગયા અને સંસારમાં ડૂબી ગયા. શ્રી ઈન્દ્રમહારાજાએ કરેલી ભગવાનની પ્રશંસાથી સંગમને ઝેર પેદા થયું. એ ઝેર ક્યાં હતું ? પ્રશંસામાં હતું? જેની પ્રશંસા હતી એ ભગવાન શ્રી વીરમાં હતું ? પ્રશંસા કરનાર શ્રી ઈન્દ્રમાં હતું કે એ સંગમમાં હતું ? એક વસ્તુ બધાને સરખી લાભદાયી થતી નથી. જેટલી જેટલી આત્મામાં ગ્યતા તેટલી તેટલી પ્રાપ્તિ. પ્રશંસાનું પાત્ર ભગવાન શ્રી મહાવીરદેવ હતા. જે વસ્તુની પ્રશંસા હતી તે સારામાં સારી ચીજ – પ્રભુ શ્રી મહાવીરની જ્ઞાન ધ્યાનમાં સ્થિરતા – હતી, પ્રશંસા કરનાર સમ્યક્ત્વથી રંગાયેલા અને અસંખ્યાત દેના સ્વામી હતા. સંગમે વિચાર્યું કે ઈન્દ્ર અભિમાનમાં આવી એક મનુષ્યની પ્રશંસા કરતાં બધા દેવેનું અપમાન કરે છે. અમારા કરતાં એ બળવાન ? સૌધર્મેન્દ્ર શું એમ બેલ્યા હતા કે તમે નબળા ! એ તે એમ બેલ્યા હતા કે અત્યારે ભરતક્ષેત્રમાં વિચરતા ભગવાન શ્રી મહાવીરદેવ એવી રીતે ધ્યાનમગ્ન છે, પિતાની ઇન્દ્રિય ઉપર, શરીર ઉપર, મન ઉપર એટલે કાબૂ છે કે એમને ચલિત કરવા દુનિયામાં કોઈ સમર્થ નથી. બધા ઈન્દ્રો અને દેવે ભેગા થાય તે પણ તે ચળે નહિ. પણ આથી સંગમને શું લાગ્યું ? ઈન્દ્ર પોતાના માનીતાની પ્રશંસા કરવા બધા દેવેનું અપમાન કરે છે. દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે જેમાંથી ઉન્માર્ગગામી ખતરે શેડ્યા વિના રહે. એક આદમી હજારો રૂપિયા ખરચી સુંદરમાં સુંદર વસ્તુ જમાડે પછી જમનારા બહાર શું બેલે તે સાંભળજે. દાળમાં મરચું નહોતું, શાકમાં તેલ નહોતું. આ જાતની બે જણ વાત કરે અને બારસે એમાં હાજી ભણે. ખરી વાત, એ ભીખારી શું જમાડે ? એમ પણ કહે. પાંચપચીસ આત્મા એવા નીકળે અને કહે કે “મહાનુભાવ ! આટલા પૈસા ખરચી આટલી ભક્તિ કરનારને તેલ – મરચું ન મળે ? ગુને પાડાને ને ડામ પખાલીને, આ ક્યાને ન્યાય ! રસેઈયાએ ઓછું નાંખ્યું તેમાં ગુને એ ભાગ્યશાળીને !” તેથી જ તમે જોશે કે જમણવારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org