________________
સાચું ધર્માભિમાન
ઉત્તમ વસ્તુ પણ બધાને એકસરખી લાભ કરતી નથી ?
અનંત ઉપકારી શાસ્ત્રકાર મહારાજા દુર્લભ એવા મનુષ્યપણાની સફલતા માટે ફરમાવે છે કે શાસ્ત્ર સાંભળી તેના ઉપર મજબૂત શ્રદ્ધા કેળવી પિતાની સઘળી શક્તિને ઉપગ શ્રદ્ધાનુસાર વર્તન કરવામાં કરાય તોજ આજીવનની ખરેખરી સફલતા છે. એ શાસ્ત્રવચન ઉપર શ્રદ્ધા કેળવવા માટે, શાસ્ત્ર જેનાથી ઉત્પન્ન થયું છે એ મહાપુરુષને સમજવા બેઠા છીએ. જેમણે એ શાસ્ત્રનું નિરૂપણ કર્યું તેમના ઉપર હૃદયની શ્રદ્ધા ન જાગે ત્યાં સુધી તેમના વચન પર શ્રદ્ધા થવાની નથી. દરેક દ્વાદશાંગીનું અર્થથી નિરૂપણ કરનાર શ્રી તીર્થંકરદેવ હોય છે. જેનું આ આગમ તે નિરૂપણ કરનાર ભગવાન શ્રી મહાવીરદેવ પિતે છે. ભગવાન શ્રી મહાવીરદેવના ભવની ગણના કયા ભવથી થઈ ? શ્રી નયસારના ભવથી. શાથી? શ્રી નયસારના ભવમાં તેઓ સમ્યકત્વ પામ્યા તેથી. સમ્યકત્વ કોના ચેગે પામ્યા? મુનિવરના ગે. આ જ શ્રાવક કુળમાં ઉત્પન્ન થયેલાને મુનિ મળે છે, સંભળાવે છે, સમજાવે છે, પણ એમને જે મળ્યા તે કોઈ જુદી ભાવનાના ગે. મળ્યા તે પહેલાં એ શ્રી નયસારના વિચારો કેવા ઉત્તમ હતા ? સંયેગે પણ ફળે કોને ? બધાને નહિ. શ્રી તીર્થકર ભગવંતે પણ બધાને નહિ ફળ્યા. એમને પામીને કેટલાક બોધિબીજ પામ્યા, કેટલાક સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ પણ પામ્યા તથા કેટલાક અપ્રમત્ત બની ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામીને મુક્તિએ પણ ગયા, અને કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org