________________
પ્રભુની આજ્ઞામાં સ્થિર બને
[ ૮૧ આજ્ઞા કરતાં તમારા સ્વાર્થને અધિક માનતા હે તો તમારા બાળકને દૂધ પાતી વખતે સાફ કહે કે “આ દૂધ અમે મફત નથી પાતા. અમારે એ ઈરાદો છે કે આટલું ડું પીનારો મિટો થયા પછી અમને ઘણું પાશે. તું એમ ન માનતા કે અમારું આ દૂધ પીને મોટો થાય તે પછી ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા પાળવા માંડે ને અમને મૂકી દે. અમને તે નહિ જ પાલવે. તારું ગમે તેટલું ભલું થતું હશે પણ અમારા સ્વાર્થની તેમાં હાનિ હશે તે આ દૂધની કિંમતના બદલામાં તારાથી અમને મૂકીને નહિ જવાય. ગમે તેમ કરીને પણ અમે દૂધની કિંમત વસૂલ કરીશું.” આમ સ્પષ્ટ કહેવાથી તમારું બચ્ચું જે પૂર્વની આરાધના કરીને આવ્યું હોય અને તમારા એવા કથનથી એના સંસ્કાર જે ઉદ્દબુદ્ધ થઈ જાય તે એ બિચારું તમારા એ વિષમય દૂધના પાનથી બચી જાય. આ જ પ્રમાણે સઘળા વ્યવહારમાં સ્પષ્ટભાષી બને કે જેથી તમારાથી કોઈ ઠગાય નહિ અમે બાળકના હિતૈષી એમ કહેનારા તમે
મારું વહાલામાં વ્હાલું બાળક, પુષ્પશામાં ઊછેરી મેટું કરેલું બાળક, પાપને માગે, અનીતિના માર્ગે ન ઘસડાય, પ્રભુ શ્રી મહાવીરદેવે કહેલા માર્ગેથી બીજે ન જાય,” એવી ભાવના એક પણ દિવસ ભાવી છે ? જે ને, તે તમે બચ્ચાના હિતસ્વી ખરા? કહેવું પડશે કે નહિ જ. વારુ, તમે તમારા બાળકને સુખી ઈચ્છા કે દુઃખી? જે સુખી ઈચ્છે છે તે કહો કે સુખી ક્યારે થાય ? ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાના પાલનમાં કે અપાલનમાં ? જે પાલનમાં, તે તમારા બાળકને તમે કદી કહો છો કે “મારી આજ્ઞા પછી અને ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા પહેલી અને એ આજ્ઞાથી જે હું ઊલટું કહું તે તું મને બાપ પણ નહિ માનતે.?” સમ્યગદષ્ટિ મહાનુભાવ ! બોલને ! પણું શી રીતિએ બેલાય, બલવાની બારી જ ક્યાં છે? આથી જ હું કહું છું કે તમારી પાપવાસનાઓના નાશ માટે હવે કાંકરીએ નકામી છે, મોટા બેંબ જ જોઈશે. મધ્યસ્થતાના નામે, શાંતિના
છે. સા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org