________________
દા. ત. ઉપર કહેલી તમામે તમામ પ્રવૃત્તિ કરનારી બે વ્યક્તિઓ હોય, બન્ને વ્યક્તિઓ ઉપરની કઈ પણ એકજ ક્રિયા કરતી હોય, છતાં જેની પ્રવૃત્તિનું વલણ પરિણામે અંતિમ વિકાસ તરફ હેય,તેની તે પ્રવૃત્તિ ન્યાયસર, કાયદેસર, પુણ્યપ્રવૃત્તિ, ધર્મ પ્રવૃત્તિ કહેવાય છે, અને બીજાની તેજ પ્રવૃતિ વિકાસ તરફ ન હોવાને કારણે તેથી વિરુદ્ધ કહેવાય છે.
સારાંશ કે-એકની એકજ પ્રવૃત્તિ પરિણામ ભેદ અને ઉદ્દેશભેદને લીધે ન્યાયી અને અન્યાયી એમ બંને રીતે કરી શકે છે. મહાવિકાસની અભિમુખ લડાઈ પણ જ્યારે ધર્મ ગણી શકાય છે. ત્યારે પતનને અભિમુખ સુલેહ-શાંતિ પણ અધર્યું ગણી શકાય છે.
આ રીતે ધર્મ અને અધર્મની બહોળી વ્યાખ્યા કરવામાં કશો વાંધો નથી. વિકાસમાર્ગના બાધક સાધના અભાવવાળા સાધક સાધનોનો સદ્દભાવ, તે નજીકમાં હોય, કે દૂર દૂર પરંપરાએ હાય, તે સર્વ ધર્મ. તે સિવાયના દરેક સાધનો અને પ્રવૃત્તિઓ એકંદર કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ, જે કાંઈ હોય, તે સર્વ અધર્મ.
તોપણ એ ખાસ સમજી રાખજે કે-દૂર દૂર સંબંધ ધરાવનાર કરતાં વિકાસ સાથે નજીક નજીક સંબંધ ધરાવનાર વિશેષ વિશેષ ધર્મ છે. અમારો આશય “બધું સરખું” એમ કહેવાનું નથી.
આ ઉપરથી બરાબર સમજી શકાશે કે–ભારતવર્ષમાં ધાર્મિક જીવન વિગેરે શબ્દોમાં વપરાતા ધર્મ શબ્દની આટલી બધી બહેળી અને વ્યાપક વ્યાખ્યા વપરાયેલી છે. ધર્મશબ્દને ઘણે રથળે બહુજ છુટથી બહેળે ઉપયોગ થયેલો જોવામાં આવે છે
ભારતીય પ્રજાજીવનમાં પણ આચરણ રૂપે વણાઈ જઈને ખૂબ દૂર દૂર અને ઉડે ઉડે ફેલાઈ ગયેલા ધર્મની અસરો ઘણી જ પષ્ટ જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org