________________
પ્રત્યેક પ્રાણીના જન્મ અને મરણ સ થતા જોઈ શકાય છે. તે બે પ્રસંગે વિના, પ્રાણુઓના આ જગતમાં અસ્તિત્વ અથવા નાસિત્વ રૂપ જે બે પરિણામે જોઈ શકીએ છીએ, તે સંભવે જ નહીં.
ધારે કે–જન્મ વિનાજ તેમનું અસ્તિત્વ છે, એમ માનીએ, તો તે સદાકાળ એની એ સ્થિતિમાં હોવા જોઈએ. પરંતુ એમ બનતું જોવામાં આવતું નથી. આ દેવીદાસ દશ વર્ષ પહેલાં આપણે કદી ક્યાંય જે હતે? આ નાની વાછરડીને આપણે છ માસ પહેલાં કર્યાય જોઈ હતી?
આજથી સો વર્ષ પહેલાં જે માણસ થઈ ગયા, તેના નામ અને કામ આપણે જાણીએ છીએ, પણ તે મહાશયે ક્યાંય દેખાય છે? કોઈ અંધારા ઓરડામાં ભરાઈ બેઠા હોય એવું લાગે છે? તમે ક્યાંય તેને જોયા છે? કે જોઈ શકે તેવો સંભવ છે? મરણ નામની પરિસ્થિતિ પ્રાણીને લાગુ ન થતી હોય તે, તે એવી ને એવી રિમતિમાં આપણને દેખાવા જોઈએ કે નહીં?
માટે જન્મ અને મરણ તે બુદ્ધિવાદી કે જડવાદી, અંધ શ્રદ્ધાળુ કે જાત્ શ્રદ્ધાળુ, આરિતક કે નાસ્તિક દરેકે દરેકને જગતની સ્વયંસિદ્ધ ઘટના તરીકે સ્વીકારવા જ પડશે.
માને કે–ગાય તે ગાય રૂપેજ થતી હોય, માણસ રૂપે કદી ન જ થતી હેય, એમ કબૂલ કરી લઈએ, પણ ગાયને ફરીથી ગાય થવા માટે ય મરીને જન્મ તે લેવજ પડે. એટલે જન્મ મરણમાંથી કઈ પ્રાણીથી છુટી જ ન શકાય, એ ચોક્કસ છે. - હવે જ્યારે ગાય સીધી રીતે હાથી થતી નથી, માણસ થતી નથી પરંતુ ગાયપણામાં જ છેવટે મરી જાય છે, તેનું શરીર પડ્યું રહે છે, સડી જાય છે, તુટી જાય છે, ને છેવટે વેરાઈ જાય છે. આ શિવાય બીજું કાંઈપણ બનતું જોઈ શકાતું નથી, તે પછી તેના વિકાસ કે
૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org