________________
પામવું જ જોઈએ. પછી તે વિકાસ તરફ હોય, કે પતન તરફ હોય. ગાયને હાથી કે પતંગીયું બનતા આપણે જોઈ શકતા નથી, ત્યારે એ શી રીતે પરિવર્તન પામતી હશે? આ પ્રશ્ન તદ્દન સ્વાભાવિક છે. - આ પ્રશ્નના નિકાલ માટે–આબાલગોપાળ સર્વને પરિચિત અને સ્વયંસિદ્ધ જગત્ની વિચિત્ર બે ઘટનાએ તરફ આપણે વળવું પડશે. તે બે ઘટનાઓ જન્મ અને મરણ.
ઘણા પ્રાણીઓને આપણે જન્મતાં અને મરતાં દેખીએ છીએ. એક એવી કોઈ પરિસ્થિતિ છે કે જેમાં અમુક એક પ્રાણી અમુક કોઈ એક વખતે જગતમાં અસ્તિત્વ ધરાવતું થાય છે, તે જન્મ.
અને બીજી એવી એક પરિસ્થિતિ છે કે–જેમાં અમુક પ્રાણી અમુક વખતથી જગમાં પોતાની પૂર્વની રીતે અસ્તિત્વ ધરાવતું બંધ પડે છે, બંધ પડયા પછી તેનું અસ્તિત્વ આપણી નજરે ચડતું નથી. તે પરિસ્થિતિ મરણ.
અથવા, આ બે પરિસ્થિતિને જેને જે નામ આપવું હોય તે ભલે આપે પરંતુ એ બન્ને ઘટના દરેક પ્રાણુ માટે જગત્માં બને છે, એ નિર્વિવાદ–પ્રત્યક્ષ-બુદ્ધિગમ્ય સત્ય છે.
આજે આપણે જેટલા પ્રાણીઓ જોઈએ છીએ, તે કદી જભ્યાજ ન હેય-એમ ને એમ સતત રહેતા હોય, અને પાછા કદી મરવાનાજ ને હૈય; એવી સાબિતી કોઈ બુદ્ધિવાદી મહાશય કરી શકે તેમ છે? કેમકે અંધ શ્રદ્ધાથી સ્વીકારેલું કદાચ અન્યથા પણ હોય ! તે નહીંછ ! એ બુદ્ધિવાદી જગતના પડ ઉપર હજુ જ જ નથી.
તે પછી, ત્યાં સુધી આપણે પ્રત્યક્ષ અનુભવને પ્રમાણુ તરીકે માનીને જ આગળ ચાલવું રહ્યું. અને તેથી એ નક્કી થાય છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org