________________
આ ઉપરથી ભગવાન મહાવીર પ્રભુની મોટામાં મોટી કલ્યાણ શાળીતા સમજાશે, તેમજ એ બન્ને મહાન આત્માઓના વ્યક્તિત્વને ભેદ પણ સમજાશે. બુદ્ધદેવ પ્રેમ, વાત્સલ્યતા અને દયાળુપણની અનહદ લાગ
ઓ વ્યક્ત કરે છે. ત્યારે ભગવાન મહાવીર પ્રભુ કાંચન અને પત્થર, સુખ અને દુઃખમાં સમતોલ રહી સમ સ્થિતિની પરાકાષ્ઠાએ પહોંચી આધ્યાત્મિક જીવનની પરાકાષ્ઠાએ પહોંચે છે. જેથી બીજી લાગણીઓ તેમાં ગતાર્થ થઈ જાય છે, આવા મહાન વિજય માટે પ્રભુ મહાવીર જ આગળ આવે છે.એમ હવે જગત્ સમજી સકશે. ]
સિદ્ધાર્થ બુદ્ધદેવને ઉપદેશ સર્વ સાધારણ જન સમાજમાં કદાચ વધારે લેક પ્રિય થયે હશે, તેમને સરળ અને સીધે ઉપદેશ ઘણા માણસે જલદી સમજી શક્યા હશે, અને અમલમાં મૂકી શક્યા હશે. તથા તેમની મહાનુભાવકતાને પરિચય મેળવી ઘણા બાળ વિકાસ માર્ગમાં ચોક્કસ આગળ વધ્યા હશે.
ત્યારે તેને બદલે દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીના કડક નિયમ પાલન, વિસ્તૃત તત્ત્વજ્ઞાન, નિશ્ચિત સિદ્ધાંત અને જીવન માર્ગ, ગંભીર અને ઉંડી દેશના શૈલી વિગેરેને લાભ ઘણાજ ઓછા પાત્ર લઈ શક્યા હોય, એ બનવા જોગ છે. કારણ કે એટલી બધી હદ સુધી પહોંચી શકનાર પાત્રોની સંખ્યા કોઈપણ કાળે દેશમાં અલ્પ જ હોય, એ સમજી શકાય તેવું છે.
ભગવાન મહાવીર પ્રભુના જીવનમાંથી જેને જે દૃષ્ટિબિન્દુથી અવલકવું હોય, તે દૃષ્ટિબિંદુથી ધર્મ સંસ્થાપક તરીકેની યોગ્યતા અવલોકી લે, સર્વ સાથે તુલના કરી જુએ, અને છેવટે કહેવું જ પડશે કે –
ભલે બુદ્ધદેવ, પરંતુ ભગવાન મહાવીર પ્રભુનું લેકોત્તર જીવન અને સર્વોત્કૃષ્ટ વ્યક્તિત્વ ઘણુંજ ચડી જાય છે.” એમ કહેતા આધુનિક શોધક વિદ્વાનોને પણ સાંભળ્યા છે. મહાવીર પ્રભુના જીવનની ઉજ્વળતા સર્વત્ર છાયા પાડતી તેમના દર્શન–બંધારણમાં
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org