________________
એમ માનવાની કઈ ભૂલ ન કરી બેસે, માટે વિશેષ રસ્પષ્ટ કરવાની જરૂર છે કે–એમ કર્યું કરાતું નથી. પરંતુ વિશ્વઘટના જ કુદરતી રીતે એટલી બધી અટપટી છે, કે તેનું પ્રતિબિંબ જેમ બને તેમ ઘણી જ ઝીણવટથી દર્શન સંસ્થાપક તીર્થકરોએ ખેંચ્યું છે, એ તેના અટપટા પણાનું મુખ્ય કારણ છે. વિશ્વ આટલું બધું અટપટું છતાં એ દર્શને વિશ્વના બંધારણ, તથા જેમ બને તેમ ચક્કસ અચળ નિયમ અને સિદ્ધાંત તારવી નક્કી કર્યા છે, અને તેના ખરા ખપીને આપવા માટે, અથવા ભવિષ્યમાં ઉત્પન્ન થતા ખરા ખપીને તે મળી રહે, તે માટે તે સંગ્રહી રાખવા-રખાવવામાં આવે છે.
તેથી આગળ વધીને, ગુણ ગ્રાહક-બુદ્ધિથી કહેવું હોય તે વિશેષમાં કહી શકાય કે–જગતમાં માનવ પ્રજા ઉપર કે પ્રાણી માત્ર ઉપર એજ તેઓને મહાન ઉપકાર છે, એજ તેઓની વિશિષ્ટતા છે.
વિશેષ ખુબી તે એ છે કે સનાતન સત્ય એવા બરાબર ઉ ચાર્યા છે કે—કાળાન્તરે પણ તેમાં મોટા ફેરફારની જરૂર પડતી નથી. દરેક કાળે અખંડ અને અવિછન્ન રહે છે, અને રહ્યા છે. એ પણ તેની એક અનન્ય ખુબી છે. તેમાં કૃત્રિમ પરિવર્તન કરવા મથવું, એટલે જગતને પ્રગતિમાંથી પાછળ પાડવા મથવા બરાબર છે. આ કારણે પણ તે લેટેત્તર દર્શન કહી શકાય છે.
જૈનેની સંરકારિતા, જૈનમુનિઓને ત્યાગ, જગતમાં વખણાયેલા છે જેનેના આચારની સર્વોત્તમતા સર્વ માન્ય છે. અને જૈનદર્શન ખાસ કરીને અધ્યાત્મ પ્રધાન છે. એ ત્રણ વસ્તુઓ પ્રસિદ્ધ છે, કે જે ધર્મ સંરકરણના પ્રાણભૂત છે. એ તો તે છે વત્તે અંશે સર્વ ધર્મોમાં હોવા જ જોઈએ. તેને વિષે સંક્ષેપમાં અને આપણે વિચાર્યું. હવે બાકીના વિષયે–તેને તત્ત્વજ્ઞાન અને પ્રણેતા વિષે જુદા પ્રકરણમાં વિચાર કરી, ધર્મ પરીક્ષાનું આ પ્રકરણ પૂરું કરીશું.
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org