________________
સંપૂર્ણતાઓ પૂર્ણ થાય છે, ત્યાંથી જૈન દર્શનમાં પ્રવેશ કરવાની પ્રાથમિક ભૂમિકાઓ શરૂ થાય છે.
આવી વારતવિક પરિસ્થિતિ હોવાને લીધે સામાન્ય દુનિયાદારીના દૃષ્ટિબિંદુઓથી ટેવાયેલા કેટલાક ભાઈઓ, પોતાના એ દૃષ્ટિબિંદુઓવડે માપ કરી, ઉપર ઉપરથી જૈન દર્શનનો સાચો પરિચય આપે છે. કેટલીક વસ્તુઓ સમજાઈ જ હોતી નથી. તેથી અસત્ય કે સત્યાય મિશ્રિત હકીકત ઉપર કાર્યકારણ ઘટાવીને જૈનદર્શ વિષે અનુભવ આપે છે. અરે! જૈનદર્શનમાંના રથલ વિધાને સમજવા કઠિન છે, તે પછી તેની પાછળ રહેલા સૂક્ષ્મ બંધારણ અને તત્ત્વજ્ઞાન વિષે તો પૂછવું જ શું? ભલભલા જૈનાચાર્યોને પણ ઘણી વસ્તુએના તાત્પર્ય જાણવા દુર્ગમ થઈ પડે છે, તે પછી બીજાઓની તે વાત જ શી ? તે કેવળ પુરતકીયા બુદ્ધિ કેળવવાને અખાડો નથી, પરંતુ કર્તવ્ય નિર્ણ તારવવાનો સંગીન અખાડો છે. તેથી તેના ખેલાડી કોઈ વિરલાજ મળી શકે છે
આવા વિચિત્ર દર્શન વિષે જુદા જુદા અભિપ્રાયે બાંધીને આ દેશના અને ઈતર દેશના ઘણા રવ તથા ઈતર વિદ્વાનોએ થાપ ખાધી છે. અલબત્ત પાછળના વિદ્વાનો એ ભૂલ સુધારે તે છે, પણ પિતે પાછા બીજી થાપ ખાય છે. આ સ્થિતિ જૈન ધર્મ સંબંધી જૈનેતર વિદ્વાનોના જ્ઞાનને ઇતિહાસ તપાસતાં ચકખી માલુમ પડી આવે છે.
૧. શ્રી તીર્થકરોએ જાણ્યું કરીને એ દર્શનની એવી અટપટી ઘટના કરી છે, કે જેમાં બીજાને ચંચુપાત જ ન થાય, ચંચુપાત કરી શકે, તે, પછી તેનું ખંડન કરી શકે ને?
૨. તથા, કેઈને જાણવાજ ન દેવું, બધું ગુપ્ત રાખવું. એ પણ પિલ અને નબળાઈનીજ નિશાની જણાય છે.”
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org