________________
૫
જૈનતત્ત્વ જ્ઞાન.
જુદા જુદા વિજ્ઞાન શાસ્રાએ પોતપેાતાની વિષય મર્યાદામાં આવતા પદાર્થોનું સ્વરૂપ પાતપાતાના શાસ્ત્રીય દૃષ્ટિ બિન્દુથી નિર્ણીત કરવા છતાં,તત્ત્વજ્ઞાનના દૃષ્ટિ બિન્દુથી કાઇપણ એક પદાર્થનું સ્વરૂપ અમુક જ એક પ્રકારે ઠરાવી શકાતું નથી. દારૂ ત૦ઘડા—વ્યાવહારિક ઉપયોગની દૃષ્ટિથી તે પાણી ભરવાનું પાત્ર છે. તે દૃષ્ટિથી-તેમાં પાણી કેટલું ભરાશે ? અને કેવું ઠરશે ? તે
તપાસાય છે.
પરંતુ નદીમાં તરવાની ઇચ્છાવાળે! ગ્રામ્યબાળક “એ છિદ્ર વગરનું તરવાનું સાધન થઈ શકશે કે નહીં ?” તેજ તપાસે છે.
કુંભારની દૃષ્ટિમાં–ધધાને હિસાબે રળી ખાવાના તે એક જાતના માલ છે. તેના પૈસા કઈ રીતે સારા ઉપજશે ? તે રીતે તે ઘડા બનાવે છે.
કથાકારની દૃષ્ટિમાં કથા કરતી વખતે સસ્તા વાદ્ય તરીકે ઉપયાગી છે, તેથી તે તેના રણકા તપાસે છે.
માટીનું પૃથક્કરણ કરી મૃત્શાસ્ત્ર રચનારની દૃષ્ટિમાં માટીમાંથી બનતા અનેક પદાર્થોના લિસ્ટમાંના તે પણ એક પદાર્થ છે.
પાણી ભરવાની ઈચ્છાવાળા જેમ અખંડ ધડા શેાધે છે, પરંતુ તેને ફાડીને શગડી બનાવવાની ઇચ્છાવાળેા ખંડિત ઘડા વધારે પસંદ કરે છે.
પરમાણુ શાસ્રકારની દૃષ્ટિમાં તે એક પરમાણુ સમૂહ છે. અને દ્રવ્ય શાસ્ત્રનુ પૃથક્કરણ કરનારની દૃષ્ટિમાં તે એક દ્રવ્ય
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org