________________
છપાય, તે કાગળો અને પ્રેસના સાધનો વકરો થાય, તેના કારખાનાઓને ઉત્તેજન મળે અને સ્થાયિ નભે. એટલો પ્રાથમિક લાભ તે ખરે જ ને ? તેની પાછળ વ્યાપારી લાભો જુદા. તે ઉપરાંત–તેમની સંસ્કૃતિને બીજા ઘણા લાભ છે.
આવા બહેળા સાધનોથી અભ્યાસને પરિણામે ભવિષ્યના નજીકનાજ જમાનામાં જૈન દર્શનની ઘણું અપૂર્વ વસ્તુઓ જગતને જોવા જાણવાની મળશે. ઘણું નવું નવું જાણવાનું બહાર આવશે. પરંતુ આ શોધ કરવાનું તેઓનું દષ્ટિબિંદુ તે ખાસ કરીને પિતાની પ્રજાને લાભ આપનારી પિતાની સંસ્કૃતિને આગળ વધારવાનું છે. તેથી એ શોધોથી ન તે જૈન ધર્મને, ન તે જેન પ્રજાને, ન તે ભારતીય આર્ય પ્રજાને, ન તે જગતના સર્વ સામાન્ય માનવ સમાજને, ન તે પ્રાણીમાત્રને, તેનાથી વાસ્તવિક લાભ થવાનો સંભવ છે. તેને બદલે ઉલટું ઉપરના દરેક વર્ગને કાંઈને કાંઈ નુકશાન થવાનો સંભવ છે. તેઓની સંસ્કૃતિનું આગળ વધવું. એટલેજ અહીંની સંસ્કૃતિનું પાછળ હઠવું. સાહિત્ય ગમે તેટલું બહાર પડે, પરંતુ સંસ્કૃતિ પાછી હઠે, એટલે તેનું મુખ્ય કેન્દ્ર-જૈન ધર્મનું બળ પણ પાછું હઠે જ.
ગ્રંથ વાંચવાથી કે માત્ર પ્રાકૃત ભાષાના જ્ઞાનથી તેના રહસ્યો પ્રાપ્ત કરી શકાય તેવા નથીજ. તેમાં સ્કૂલ રહસ્યો અમુક છે, અને સૂક્ષ્મ રહો અમુક જુદા જ હોય છે. દૈવયોગે એ બધું સમજવા છતાં ચાલુ જીવન પ્રવાહમાં જગતના કલ્યાણ માટે, કોને ? કેટલો? કયારે અને કેવી રીતે ઉપયોગ કરે ? કોણ કરી શકે? કેટલી નિસ્પૃહતા અને કેવી વિશ્વકલ્યાણની નિર્દભ ભાવનાવાળી વ્યક્તિ તે કરી શકે ? વિગેરે પ્રશ્નો તે બાજુએજ રહી જશે. કોલેજમાં અભ્યાસ કરનારાઓમાં તેટલી ત્યાગબુદ્ધિની આશા શી રીતે સંભવિત હેઈ શકે? કદાચ તેટલી-જૈન મુનિ જેટલી ત્યાગબુદ્ધિ હોઈ શકે, તે તેના પ્રાયોગિક અમલથી થતા લાભ ન લઈ શકે -કારણું તે બનવું અશક્ય છે. કેટલાક પ્રયોગ મુનિ થાય તો જ શક્ય છે.
આ ઉપરથી સાવચેતી એ રાખવાની છે કે –યુરોપીય કે તેઓના અનુયાયિ આ દેશના વિદ્વાનોની શેધો ઉપરથી તરી આવતા વિધાનોને સંગ્રહ એક હકીકત રૂપે જગતમાં ભલે સંગ્રહીત થાય, પરંતુ તેઓના વિધાનોને અમલ કરવા જતાં-જો ચાલુ જેન જીવન, ક્રિયાઓ, ધાર્મિક આસ્રાયો, અને પરંપરાઓ કરતાં વિરુદ્ધ જવું પડતું હોય, તે તેને એકા એક ત્યાગ કરીને જ
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org