________________
છે તેની બહુ ભાંજગડ થતી નથી. ઑગસ્ટાઈન બિરેલ મર્મમ ટૂંકામાં કહે છે –
"We may not proscribe myiticism; it is the main factor of that ideal world by which all human progress is conditioned.” અજ્ઞાત તત્ત્વથી ખેંચાઈને ધર્મને ખસેડવાની કોઈ જરૂર નથી. ધર્મનાં સૂત્રો અને ઇતિહાસની કથાઓ પણ પરાવિદ્યાની દ્રષ્ટિએ અવિદ્યાજ છે, પણ એ અવિદ્યા વડે મૃત્યુને તરી જવાય છે.
આખરે તે એક રીતે બધા મતો એ મંતવ્યો અથવા માનિતાઓ જ છે. આ રીતે અનેક સમુદાયે જૂદા જૂદા ધર્મપથાને માની શકે. અને તેઓની માન્યતા બુદ્ધિવાદ કરતા કંઈક વધારે સદ્ધર છે એમ પણ કહી શકાય, કારણ કે સર્વજ્ઞ બુદ્ધિજ મલિક બ્રહત સત્યને નિર્ણય આપી શકે એ ન્યાયસંમત મહાસત્યને એમણે જોયું છે.
ધર્મ તરફની અત્યારની બેદરકારીના કારણે અનેક છે. પહેલું કારણ એ છે કે જડવાદ અને જડવાદથી પિષાનું વિજ્ઞાન
એ બન્નેએ દુનિયા સંબંધે નવું દષ્ટિબિન્દ ધર્મ પ્રત્યે બેદરકારી ઉભું કર્યું છે, બીજું કારણ એ છે કે નવા
દષ્ટિબિન્દુને અંગે મનુષ્યમાં વિલાસપ્રિયતા વધી છે, અને તેને સંયમના માર્ગો જોડે ફાવટ આવતી નથી. ત્રીજું કારણ એ છે કે પ્રચ્છન્ન નાસ્તિતાના ગ્રન્થોને કેળવણીમાં પ્રચાર થવાથી કેળવણી પામેલા ઘણાઓની શ્રદ્ધા પડી ભાંગી છે. પ્રિન્સિપાલ જન મેકેન્ઝી પણ જણાવે છે કે અત્યારના શિક્ષણના સિદ્ધાન્ત અને કિયાના મૂળમાં પ્રચ્છન્ન જડવાદ છે. ધર્મ તરફની લેકના પા ભાગની અનાસ્થા, અર્ધા ભાગની બેદરકારી અને પિણ ભાગનાં આંખમિચામણના કારણો તે ઉઘાડાં છે. ધર્મ એ આરેહણને અને સંયમનો માર્ગ છે એટલે એ અઘરે છે. વળી હાલમાં ઈતર કારણોથી પ્રદિપ્ત થયેલી અહંતા પણ ધર્મ પ્રત્યેનાં રિસામણાનું કારણ છે. કેટલાક એમ સમજે છે કે “માનવું એટલે
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org