________________
પાળવું અને પાળવું નહિ તે માનવું નહિ.” કારણે, નહિ તે અહંતા જોખમાય. વસ્તુતઃ ધર્મને માને એટલે એને અનુસરવાની ભાવના-હાર્દિક ભાવના રાખવી. ધર્મ પ્રમાણે અખલિત જીવન ગાળવું એટલે તે સિદ્ધ થવું. ધર્માચરણ એ તે ક્ષણખલન્ત માનવનું અભિલષિત છે, લક્ષ્ય છે. જે સત્યને, દયાને, કે શૌચને આપણે પૂરેપૂરાં પાળી ન શકિયે તો શું એને વંદવાને પણ આપણને અધિકાર નથી?”
“આપણી સંસ્કૃતિના સૌભાગ્યે ધર્મશ્રદ્ધા ગૃહદેવીની પેઠે આપણા જીવનમાં એવી નિકટવર્તિની થઈ ગઈ છે કે એને ન
માનતાં છતાં આપણે એને માનિયે છિયે; આપણે અને એના તરફ કટાક્ષ કરતા છનાં એને ચાહિયે ધર્મભાવના. છિયે; અને એનાથી સ્વતંત્ર થવાની હિમા
ચત કરવા છતાં એના પાશમાં બંધાયેલા રહેવાનું પસંદ કરિયે છિયે. એ મહિલા આપણને વારનારીની પેઠે લલચાવતી નથી. પરકીયાની પેઠે ફરના ડુંગરના જેવી એનામાં મોહકતા નથી. પણ જીવનની નિયત્રંણામાં એના વડે જ માનવનાં સૌભાગ્ય છે. એ એની પત્નીના જેવી છે. તથાપિ એ પ્રિયતમા પણ હોવી જોઈએ. તેજ એના મનના અશેષ મનેરો સફળ થાય. પણ પ્રેમ માગ્યો તાગ્યો આવતો નથી એમાં તે પૂર્વનીચે પ્રીત જોઈયે છિયે એટલે એ વિષે આપણે વધારે નહિ બોલિયે.”
આપણે જરા ઉંડા ઉતરીને જોઈશું તો જણાશે કે ધર્મની મુખ્ય પ્રવૃત્તિ મનુષ્યના વિકારોને મર્યાદિત કરવા તરફ છે.
ધર્મમાં નિયંત્રણ છે. વિધિ નિષેધ છે. મર્યાદામાં વિધાન સ્વચ૭ન્દતાનાં ત્યાં ગીત ગવાતાં નથી.
સ્વાભાવિક વસ્તુસ્થિતિ એ છે કે મનુષ્ય સ્વભાવતઃ પ્રવૃત્તિ તરફ દેરાય છે અને કામનાઓ તેને તેની પ્રવૃત્તિમાં ગડબડ કરાવે છે. આ ગડબડ એના પિતાના જીવનની, સ્વાચ્ચન અને સુખની વિઘાતક છે. એટલે એવી ગરબડ જે રીતે
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org